બ્રહ્મ અગ્રણીઓ: તડગોળના પ્રમુખ, અને બ્રહ્મ ઉઘોગપતિઓની પ્રેરણાદાયી ઉ૫સ્થિતિ

ભૂદેવ સેવા સમીતીના ઉપક્રમે સમસ્ત બ્રહ્મસમાજના દિકરા-દિકરીઓના વેવીશાળ માટે શનિવારના સવારે ૭ થી બપોરના ર વાગ્યા સુધી હેમું  ગઢવી હોલ ખાતે ભવ્ય યુવક-યુવતિ પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હાઇટેડ પસંદગી સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાત તેમજ દેશ-વિદેશથી લગ્ન ઇચ્છુક ઉમેદવારો ઉ૫સ્થિત રહ્યા હતા. આ મેગા હાઇટેક પરિચય સંમેલનમાં ભૂદેવ સેવા સમીતી દ્વારા એકદમ તલસ્પશી વર્ગીકરણ કરી અને ઉમેદવારોને ગ્રેજયુએટ, અન્ડર ગ્રેજયુએટ ઉમર તથા અન્ય માહીતીના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા અને તે મુજબ અત્યારના યુગને અનુરુપ યુવક-યુવતિઓ સ્થળ પર જ પ્રથમ વિગતો પ્રાપ્ત કરી શકે તે માટે દરેક યુવક-યુવતિઓને પોતાના ક્રમ મુજબ વર્ગીકરણ આધારીત સ્ટેજ પર પોતાનો પરીચય આપવાની વ્યવસ્થા કરેલ હતી.

ત્યારબાદ નિયમ સમય મુજબ સવારે ૮ વાગ્યે શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી તથા ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચાર સાથે કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. અને કાર્યક્રમમાં સૌ પથમ યુવક-યુવતિ પુસ્તીકાનું વિમોચન અભયભાઇ ભારદ્વાજ, લીનાબેન શુકલ, ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. દર્શીતાબેન શાહ વિગેરે મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ.

આ પરીચય સંમેલનને ભવ્ય રીતે સફળ બનાવવા છેલ્લા બે માસથી ભૂદેવ સેવા સમીતીના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઇન્ચાર્જ મયુર વોરા (મહેતા) જય ત્રિવેદી, નિશાંત રાવલ, માનવ વ્યાસ, જીજ્ઞેશ પંડયા, નેહલબેન ત્રિવેદી, હિનાબેન ભટ્ટ, ભાવનાબેન જોશી, માલતીબેન જાની વગેરે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.