આપણાં ગ્રહના અડધા લોકો 30 કે તેથી વધુ વયના છે, જે ર030 સુધીમાં 57 ટકા જેટલા થઇ જશે: વિશ્વના 67 ટકા લોકો વધુ સારા ભવિષ્યમાં માને છે, જેમાં 1પ થી 17 વર્ષના સૌથી વધુ આશાવાદી છે: વૈશ્વિકસ્તરે માત્ર 2, 6 ટકા સંસદસભ્યો 30 વર્ષથી ઓછી ઉંમરના છે

યુવાનો વિકાસ માટે સકારાત્મક બળ બની શકે: આજે વિશ્વમાં 1પ થી ર4 વર્ષના 1.ર અબજ યુવાનો છે, જે વિશ્વ વસ્તીનો 16 ટકા હિસ્સો છે: વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતો દેશ ભારત છે

આ વર્ષની થીમ ગ્રીન સ્કિલ્સ ફોર યુથ જે હરિયાળા વિશ્વ તરફની પ્રગતિ સાથે  સ્થાયી અને સંશાધન કાર્યક્ષમ સમાજ નિર્માણની વાત કરે છ

 

યૌવન વિંજે પાંખ…. હા એ સાચું જ છે, યુવાનોમાં અફાટ શક્તિ, ઉત્સાહ ,અને ઉમંગ ભરેલો હોય છે, યુવા શક્તિ ધારે તો પહાડોમાં પણ રસ્તાનું નિર્માણ કરી શકે, દેશના વિકાસમાં આ યુવાનોનો વિશેષ ફાળો હોય છે. યુવાનોના સર્વાંગી વિકાસમાં સમાજ અને સરકારે તમામ સહયોગ આપવો જરૂરી છે. યુવાનને ખૂબ જ આગળ વધવું છે, પણ તેના માટેની વ્યવસ્થા અને સાચું માર્ગદર્શન તેમને સરળતાથી મળી રહે તે ખૂબ જ જરૂરી છે. દેશમાં શિક્ષણનો વ્યાપ વધતા અને પ્રવર્તમાન 21મી સદીમાં ઇન્ફર્મેશન અને ટેકનોલોજીના યુગમાં  દેશનું યુવાધન હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ઘણા યુવાનો પોતાનું જીવન અવળે માર્ગે ચાલીને નષ્ટ કરી રહ્યા છે. દરેક મા બાપે પોતાના સંતાનોને શ્રેષ્ઠ નાગરિકના ઘડતર બાબતે તથા તેના જીવન કૌશલ્ય ખીલે તેવું વાતાવરણ નિર્માણ કરવું પડે છે.

યુવાનમાં જોમ-તાકાત અને કંઇક નવું કરવાનો ઉમંગ હોવાથી, જો તેમને જ્ઞાન માર્ગદર્શન મળી રહે તો તે રાષ્ટ્ર નિર્માણમાં શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે. યુવાનને ‘યુવાધન’ એટલે જ કહેવાય છે, કારણ કે તે રાષ્ટ્રની સંપતિ છે. વિશ્વમાં 1પ થી ર4 વર્ષના 1.2 અબજ યુવાનો છે. પૃથ્વી પરના તમામ દેશોની વસ્તીમાં અત્યારે અડધા લોકો 30 કે તેથી વધુ વયના છે. આપણે તેને દેશ વિકાસ માટેની લીડર શીપ આપવી જ પડશે. આગામી સાત વર્ષમાં જ વિશ્વની પ7 ટકા વસ્તી યુવાનોની હશે. વિશ્વના 67 ટકા લોકો વધુ સારા ભવિષ્યમાં માને છે, જેમાં 1પ થી 17 વર્ષના કિશોરો સૌથી વધુ આશાવાદી છે. યુવાનોને આગળ લાવવા તમામ દેશોએ સક્રિય કાર્ય કરીને તેને બાગડોર આપવી જ પડશે, પણ આજે વૈશ્વિક સ્તરે માત્ર 2,6 ટકા  ટકા સંસદ સભ્યો 30 વર્ષથી ઓછી ઉંમરના છે.

આજે ઇન્ટરનેશનલ યુથ ડે છે, સાથે આ દિવસે ઉજવણી માટેથી થીમ માં ગ્રીન સ્કિલ્સ ફોર યુથ ની વાત કરી છે., હરિયાળા વિશ્વ તરફની માનવ જાતની દોડમાં યુવાનોની રાહબરીથી જ સ્થાયી અને સંશાધન કાર્યક્ષમ સમાજ નિર્માણાની વાત થઇ શકશે. વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ ભારત છે. યુએન સેક્રેટરી  જનરલ એન્ટોનિયો ગુટરેસે આજના દિવસના સંદેશમાં જણાવ્યું છે કે માનવતા દરેક જગ્યાએ યુવાનોની અમર્યાદ ઉર્જા, વિચારો અને યોગદાન પર નિર્ભર છે. ટકાઉ વિશ્વને આકાર આપવા યુવાનોને ટેકો આપીએ અને તેની સાથે ઉભા રહીએ.

ગ્રીન ટ્રાન્ઝિશનના પરિણામે ર030 સુધીમાં યુવાનો માટે 8.4 મિનિટ નોકરીનું સર્જન થશે, આ બદલાતા વાતાવરણમાં ને વિગેટ કરવા માટે યુવાનોને હરિયાળી કૌશલ્યથી સારી રીતે સજજ કરવા પડશે. આજે મોટાભાગના લોકો સહમત છે કે રાજકારણમાં વય સંતુલન ખોટું છે, તમામ વય જુથના બે તૃતિયાંશ કરતા વધુ લોકો (69 ટકા) સહમત થાય છે તે યુવા લોકો માટે નિતિ, વિકાસ, પરિવર્તન માટે વધુ તકો રાજકિય પ્રણાલીને વધુ સારી બનાવશે,  યુવાનો દેશની કરોડરજજુ છે, યુવાનોની શકિત, સ્થિતિ સ્થાપકતા અને સમર્પણ વિશ્વમાં નાના મોટા ફેરફારો તરફ દોરી શકે છે.

દેશ વિકાસમાં યુવાનો પોતાના જ્ઞાન અને કૌશલ્યો થકી ઘણું બધુ કાર્ય કરીને બદલાવ લાવી શકે એમ છે, ત્યારે તેને નેતૃત્વ સોંપવું તે જ સૌની જવાબદારી ગણી શકાય, વિશ્વમાં 1999 થી આ દિવસ ઉજવાય છે. જેનો હેતુ વિશ્વભરના યુવાનોને અસર કરતી વિવિધ ચિંતાઓ  અંગે જાગૃતિ લાવવાનો છે. આજે ઘણા દેશોમાં બાળકો શિક્ષણથી વંચિત છે, અને ભૂખમરા, ગરીબીથી પીડાય છે, જેને કારણે તેમના વિકાસમાં અવરોધ આવે છે. યુએન દ્વારા 1965 થી વિશ્વસ્તરે યુવાનોના સશકિતકરણની વાત કરી હતી. યુવાનો માટે ના શ્રેષ્ઠ શિક્ષણની વ્યવવસ્થા સાથે તેની વૃઘ્ધિ વિકાસ અને સશકિતકરણ ક્ષેત્રે ઘણું કાર્ય કરવાનું બાકી છે.

આપણો ભાવી દેશ જેના હાથમાં તે યુવાન અત્યારે સોશિયલ મિડિયા, વ્યસનો જેવી ઘણી બદીઓથી ઘેરાયેલો હોવાથી તેનો વિકાસ કરી શકતો નથી. શિક્ષણ લીધા બાદ નોકરી ન મળતા કે આર્થિક તંગીન કારણે તે આપઘાત પણ કરી લે છે. યુવા ધનને સાચવવું, સમજવું અને તેને બધી રીતે ટેકો આપવો સૌની પ્રથમ ફરજ ગણી શકાય છે. મોબાઇલ અને મનોરંજન પાછળ આજનો યુવા વર્ગ તેમનું જીવન વેડફી નાંખે છે. ઘણા યુવાનો પોતાની રીતે આગળ વધીને વિદેશોમાં બહુ સારી પ્રગતિ કરી છે. આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ ના યુગમાં હવે યુવા વર્ગને આગળ વધવાની ઘણી તકો મળશે.

નાસા કે ઇસરો કે વૈશ્વિક સ્તરે ઇલેકટ્રોનિક ઇન્ફરમેશન, ટેકનોલોજીમાં ઘણા ભારતીય યુવાનો બહુ સારા હોદા ઉપર છે, જે બતાવે છે કે જો યુવાન ધારે તો ગમે તે કરી શકે તેમ છે. આપણે સિસ્ટમમાં પણ ખામી જોવા મળે છે. એજયુકેશન જોબ ઓરિએન્ટ હોવાથી યુવા વર્ગ તેજ બાબતે વિચારે છે. આજના યુવાનોને ઘણું બધું કરવું છે, પણ તેને સારૂ પ્લેટફોર્મ મળતું નથી કે સાચો રાહ બતાવનાર કોઇ મળતો નથી. સરકારની ઘણી બધી યોજનામાં યુવા વર્ગને જોડી શકાય તેમ છે. પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે કે જાણીકારી ના અભાવે સિઘ્ધ થઇ શકતું નથી.

આધુનિકતામાં અંધ બનેલો યુવાન દિશા ભટકી ગયો

આજનો યુવાન દિશાહીન થઇ ગયો છે, આ પ્રશ્ર્ન સૌના મનની ચિંતા છે. તરૂણોના વિવિધ મુંઝવતા પ્રશ્ર્ને તથા જીવન કૌશલ્યોનો બરોબર વિકાસ ન થાય તો પારાવાર મુશ્કેલી આવતી હોય છે. યુવા ધનનો સંર્વાગી વિકાસ થાય તો જ દેશનો વિકાસ થઇ શકે છે. આજના યુવાનોમાં ઘણી બધી બદીઓ હોવાથી તે પુર્ણ રીતે ખલી શકતો નથી.  આપણા દેશમાં 60 કરોડથી વધુ યુવા વસ્તી છે, ત્યારે તેના માટે એક શ્રેષ્ઠ માળખુ તૈયાર થાય તો જ આપણે વિકાસની હરણ ફાળ ભરી શકીએ, આધુનિકતામાં અંધ બનેલો આજનો યુવા વર્ગ દિશા ભટકી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.