રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, કારતક સુદ ૭ એટલે કે તા.૧૪ નવેમ્બર, ૧૭૯૯ના રોજ વીરપુરની ધરતી પર જન્મેલ અને અન્નદાન એ શ્રેષ્ઠ દાનના મંત્રને વરેલા સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ.જલારામ બાપા કે જેઓ ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ભોજા ભગતના અનુયાયી બન્યા અને ભોજા ભગતે તેમને ‘ગુરૂમંત્ર માળા’ અને રામનું નામ આપ્યું. તેમના ગુના આશિર્વાદથી તેમણે વીરપુરમાં ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એવું સ્થળ છે કે, જયાં સાધુ-સંતો, વીરપુર પાસેથી પસાર થનાર પ્રવાસીઓ કે જરીયાતમંદો લોકોને વર્ષના બારે માસ ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.પૂ.સંત જલારામ બાપાની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનું આવતીકાલે તા.૧૪ને બુધવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે શહેરના કરણપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે તો આ તકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે.
Trending
- શહેન “શાહ” કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં: કોનો “પતંગ” ચગશે??
- Poco ભારતીય માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- કાલે ઉત્તરાયણ: આકાશમાં પતંગોનું ઈન્દ્રધનુષ રચાશે
- અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ
- પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી
- કાલે આપણો ધાબા ઉત્સવ પણ: આખું વર્ષ દેશ અને વિશ્ર્વના વિવિધ પ્રાંતોમાં ઊડતી રહે છે ‘પતંગ’
- JSW MG MOTORS ભારત મોબિલિટી એક્સ્પો 2025માં દર્શાવશે તેમની પ્રતિભા……
- 28મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -2025: ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો