કોરોના મહામારીની બીજી લહેર હવે અંત તરફ છે ત્યારે હવે આગામી ત્રીજી લહેરથી બચવા ‘રસીકરણ’ અને નિયમોનું કડક પણ પાલન જ અનિવાર્ય ગણાઈ રહ્યું છે. કોરોના સામે રસી જ ‘રામબાણ ઈલાજ’ છે તેમ માની રસીકરણની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ છે ત્યારે આ ઝુંબેશમાં યુવાઓનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે. રસી લઈ કોરોના સામે ‘સુરક્ષા કવચ’ મેળવવા યુવાનો જાગતા હવે ગુજરાત ત્રીજી લહેર સામે પણ ‘સલામત’ થઈ જશે.

bmj m

રાજકોટના યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક ખાતે આવેલી શાળા નં.92 બહાર લાગેલી રસી માટેની લાઈનની પરની આ તસવીરો વેકિસનેશન માટે યુવાઓનો જોશ દર્શાવે છે. અહીં, સવારના પાંચ વાગ્યાથી કતારમાં લોકો ઉભા રહી જાય છે. જે ગુજરાતનાં લોકો અને ખાસ યુવાઓની કોરોના સામેની જાગૃકતા દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.