કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા

નવલા નોરતાનાં ત્રીજા દિવસે ખેલૈયાઓની હકડેઠઠ મેદની: વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ20181012214706 IMG 7356

નવલા નોરતાના ત્રીજા દિવસે ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડયું હતું. કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને મન મુકીને ગરબે ઝુમાવ્યા હતા. 20181012231556 IMG 7431રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો. ત્રીજા નોરતે ખેલૈયાઓની હકડેઠઠ મેદની સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.20181012215946 IMG 7368

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 20181012234939 IMG 7456જેમાં ગઈકાલે નવલા નોરતાના ત્રીજા દિવસે પણ ખેલૈયાઓની હકડેઠઠ મેદની રહી હતી ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ રહી હતી. રાસોત્સવમાં કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ તેઓના આગવા અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા હતા. ખેલૈયાઓને પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી મનમુકીને અપાર ઉત્સાહ સાથે ગરબે ઝુમ્યા હતા.20181013000120 IMG 7468 1

દરરોજની માફક ગઈકાલે રાત્રીના પણ દેશભકિતના ગીત સાથે રાસોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ખેલૈયાઓએ રાષ્ટ્રઘ્વજ ફરકાવીને ગરબા લીધા હતા બાદમાં ત્રીજા નોરતાના વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.