વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં એકતામાં જ અખંડીતના હોવાનો સૂર વ્યકત થયો
ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે આચાર્ય ધર્મબંધુજીના સાનિઘ્યમાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં હાજર તમામ મહાનુભાવોએ યુવા શકિત જ દેશના વિકાસનું એન્જીન બનશે તેવો મત વ્યકત કર્યો હતો.રાષ્ટ્રકથા શિબિરમાં રાજકીય, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને સંરક્ષણ સહીતના વિવિધ ક્ષેત્રોના આગેવાનોએ હાજરી આપી છે. ઉપરાંત હજારોની સંખ્યામાં શિબીરાર્થીઓ ઉમટી પડયા છે. શિબિરનું ટીમ ‘અબતક’દ્વારા ખાસ રીપોટીંગ કરાયું હતું.
રાષ્ટ્રકથા શિબિર જેવા આયોજન દેશને ટકાવી રાખશે: જનરલ બક્ષી
પાકિસ્તાન, ચીન જેવા દેશો અને આતંકવાદીઓનો ખતરો ભારત પર વધી રહ્યો છે.આથી નવયુવકોને સંદેશો છે કે જાગવાનો અને એક જુથ થઈને લડવાનો સમય આવી ગયો છે. આપણીએ સમસ્યા છે કે આપણે એક જૂથ થઈને દુશ્મનો સામે કયારેય લડયા નથી તેથી જ આપણને હાર મળી છે. તેવું ‘અબતક’ સાથેની મુલાકાતમાં જનરલ બક્ષીએ કહ્યું હતુ તેમણે ઉમેર્યું હતુ કે,
અગાઉ એક હજાર વર્ષ આપણી ખરાબ હાલત થઈ આપણા મંદિરો, ગામ સળગાવી દેવાયા સ્ત્રીઓની સાથે ગેરવ્યવહાર થયા પરંતુ હવે આ સીલસીલો ખત્મ થઈ ગયો છે. આપણે આ સિલસીલો ફરી લાવવાના અણસાર ન બનાવવા જોઈએ અને ફૂટ ન નાખવું જોઈએ નહિતર આપણા ફૂટનો ફાયદો ઉઠાવી બહારના લોકો ફરી આપણા દેશને તોડવાની કોશીષ કરશે. અને આજ આ રાષ્ટ્રકથા શિબીરનો મુખ્ય હેતુ છે. જેમાં ૨૬ પ્રાંતોમાંથી અલગ અલગ જાતી, જ્ઞાતી અને ભાષાનાં લોકો આવ્યા છે. અને સેના એનસીસી વગેરેના સ્ટોલ લાગ્યા છે અને માહિતી મેળવે છે. આ એક યુનિક છે જે દેશભરમાં થવું જોઈએ ગુજરાતમાં ૨૦ વર્ષથી આ રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. અને આ પ્રકારે આયોજન માત્ર ગુજરાતમાં જ થઈ શકે છે. કારણ કે ગુજરાતમાં દરેક્પ્રાંતના લોકો વશે છે અને એક‚પતા છે. આ પ્રકારે આયોજન કોઈ પ્રાંતમાં થઈ શકે નહિ ૧૮૦૦૦ બાળકો માટે ખાવા પીવા , રમવા, અભ્યાસ વગેરેની સુવિધા ઉપલબ્ધ કરવી એ નાની વાત નથી અને આ પ્રકારનાં આયોજનથી જ રાષ્ટ્રભાવના વિકસી શકે. અને આ ભાવના પૂરા દેશમાં ફેલાવવી અનિવાર્ય છે. ધર્મબંધુજી નેક કામ કરી રહ્યા છે. અને દેશ માટે આ ખૂબજ મહત્વપૂર્ણ કામ છે.
ભારતના વિકાસનું સ્વપ્ન રાષ્ટ્રકથા શિબિર થકી થશે: પી.કે. મીશ્રા
ઉત્તર પ્રદેશના ચીફ સેક્રેટરી પી.કે. મીશ્રાએ કહ્યું હતુ કે ૨૦મી વખત રાષ્ટ્રકથા શિબીર યોજાઈ છે. અને આ કથા સાથે હું વર્ષ ૨૦૧૦થી જોડાયેલો છું દર વર્ષે અહી આવું છું આ એક એવી શિબીર છે. જેમાં ૧૬૦૦૦ બાળકોએ ભાગ લીધો છે. જે તમામને રાષ્ટ્રભકિત અને રાષ્ટ્રભાવના પ્રત્યે પ્રોત્સાહિત કરવા એ સરાહનીય કાર્ય છે. ૨૬ પ્રાંતોમાંથી અલગ અલગ બાળકો આવ્યા છે. અને એક સાથે રહે છે. જે ભારતીયતાનું પ્રમાણ છે. આ શિબીરમાં બાળકોને દેશ પ્રત્યે તેઓનું વિચારે છે? શું જાણવા માંગે છે. વગેરે માહિતી મળે છે. બાળકો અને યુવાનો દેશનું ભવિષ્ય છે. અંદરની જે શકિત છે. તે બાળકોએ ઓળખી દેશના નિર્માણ તરફ આગળ વધવું જોઈએ અને બધાને એક સાથે લઈ વિકાસ કરવો જોઈએ અને ભારત વિકાસનું સપનું સાકાર કરવું જોઈએ જે આ રાષ્ટ્રકથા શિબિર થકી થશે.
‘હમ લાયે હે તુફાન સે કસ્તી નીકાલ કે ઈસ દેશ કો રખના બચ્ચો સંભાલ કે’
રાજયસભાના અધ્યક્ષ અમરસિંઘે કહ્યું હતુ કે આ શિબિર રાષ્ટ્રભકિતને ઉજાગર કરે છે. આજે સમાજમાં વધી રહેલી વિકૃતિ ને લઈ આ પ્રકારનાં આયોજનની ખૂબજ આવશ્યકતા છે.
ગાંધી સંગ્રામ, પટેલની કુરબાની નેતા લગતસિંહની કૂરબાની અને રાષ્ટ્રભકિત અનન્ય છે. બાળકોને તેની અનુ‚પઅને અનુકૂળથી રાષ્ટ્રભકિતનું સિંચન થવું જોઈએ જે સ્વામી બંધુજી સારી રીતે નીભાવી રહ્યા છે. અને તેમને સમર્થન આપવું એ અમા‚ દાયિત્વ છે.
જ્ઞાતિ-જાતિના ભેદભૂલી દેશ નિર્માણમાં સહયોગી બનવું જોઈએ: પી.સી.શર્મા
સીબીઆઈ એકસ જોઈન્ટ ડાયરેકટર પી.સી. શર્માએ કહ્યું હતુ કે આ રાષ્ટ્રકથા શિબીરમાં અલગ અલગ પ્રાંત અને ધર્મના બાળકો આવ્યા છે. અને એક જથ થઈ રહે છે.
જો આ ભાવના દેશભરમાં ફેલાય તો એક સુદ્દઢ સંદેશો પહોચશે અને આજના યુવાનોએ એકજૂથ થઈ રહેવું જોઈએ અને જાતિ-જ્ઞાતિ વાદ વિવાદ વિશે ન વિચારી દેશના નિર્માણ માટે સંહયોગી બનવું જોઈએ.
એકતા જ દેશને સુપર પાવર બનાવશે: લેફટનન જનરલ રણધીર મહેતા
લેફટનન જનરલ રણધીર મહેતાએ ‘અબતક’ને જણાવ્યું હતુ કે આ રાષ્ટ્રકથા શિબીરથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના અવશ્ય વિકસશે ભવિષ્ય માટેનું બાળકોને માર્ગદર્શન મળશે અને અમારી સાથે માતા પિતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે એકજુથ થઈને ચાલે તો ભારત દેશ ફયુચર ઓફ પાવર બનશે અને આવતા પંદર વર્ષમાં ભારત વિકસિત દેશ બની જશે તેમજ તમામ લોકોએ ભારત શના વિકાસ માટે ભાગીદાર બનવું જોઈએ.
રાષ્ટ્રકથા શિબિર અનન્ય છે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘અબતક’ને જણાવ્યું હતુ કે સમાજમાં અનેક પ્રકારની ધાર્મિક કથા થાય છે. પરંતુ રાષ્ટ્રકથા થાય જેમાં ૧૪૦૦૦ જેટલા બાળકો દેશભરમાંથી એકઠા થાય અને દસ દિવસ સુધી શિબીર થશય તે અનન્ય છે. છેલ્લા ૨૦ વર્ષથી પ.પૂ. ધર્મબંધુજી સ્વામી રાષ્ટ્રઘડતરનું કામ કરી રહ્યા છે. અને આ કામ માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કામ એક એશ્ર્ચર્ય અને દેશ માટે અગત્યનું છે. આજના સમયમાં ટી.વી. મોબાઈલ, ગેમ્સની અંદર બાળકો રચ્યા પચ્યા રહે છે. પરંતુ ઘરથી ૧૦ દિવસ દૂર રહી સાથે રહેવું જમવું એ જીવનના ઘડતરમાં ખૂબજ ઉપયોગી છે. એટલું જ નહિ ધર્મબંધુજી સ્વામી આ શિબિરમાં સ્ટેજ પર એવા વકતા અને નિષ્ણાંતો લાવે છે. જેના કારણે બાળકોને સંપૂર્ણ જ્ઞાન મળે અને જીવનમાં ઉપયોગી થાય જેથી રાષ્ટ્રભાવના વિકશે.
આત્મ વૃધ્ધિ કરો એટલે દેશનો વિકાસ આપોઆપ થશે: ઈસરો ડાયરેકટર અન્નામદુરાઈ
ઈસરોના ડાયરેકટર ડો. અન્નાદુરાઈ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે આ શિબિર યુવા વર્ગ માટે ઉત્સાહનો પર્વ છે. જયા ભારતીયોને રાષ્ટ્રવાદીની ભાવનાનો અનુભવ આપવામાં આવ્યો હતો. અને અહી નેવી, આર્મીને સીપીઆરએફ સહિત પોલીસો પણ જોડાયા છે. જેનાથી યુવા પેઢીને દેશભકિત માટે પ્રોત્સાહન મળે છે. જેના સમન્વયથી એક નવી શકિત ભારતને મળશે અને સિકયોરીટી ફોર્સ કેવી રીતે કાર્યરત છે. તેની પણ લોકોને માહિતી મળી રહેશે. તેમને સન્માન મળશે જે ખૂબજ જરૂરી છે.
અહી યુવાનોને તેમાં જોડાવાની શકયતાઓ અને તકો વિશે પણ માહિગાર કરવામાં આવે છે. યુવા પેઢી તેમનું શારીરીક તેમજ માનસીક યોગદાન દેશને આપી શકે છે. અહી શિબિરમાં ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું ખૂદ આ શિબિરમાં જોડાઈને સકારાત્મક ઉર્જા અનુભવી રહ્યો છું હું આર્મી ઓફીસરોની કામગીરીને સલામ ક‚ છુ જે લોકોને ખરેખર ઉત્સાહ છે તેમને અવશ્ય તકો મળવી જોઈએ. કોઈ પણ ધર્મ જાતીનાં ભેદભાવથી નહી પરંતુ આવડત પ્રમાણે તકો આપવામાં આવશે. ચાલો અહીથી જ દેશની વૃધ્ધિ માટેનો સંકલ્પ કરીએ આપણાથી જ શ‚આત કરીએ ભારતની બોર્ડર દરિયાઈ વિસ્તાર, ભારતની ભૂમી એ આપણી જવાબદારી છે. માટે તમે પોતની વૃધ્ધિ કરો અને દેશ આપોઆપ વિકસીત થશે.
અબતક સાથેની ખાસ વાતચીતમાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસ પીનાકી ઘોષે જણાવ્યું હતુ કે હું સ્વામી ધનસવંતજીની વિનંતીથી અહી આવ્યો છઉં મને મારા યુવાનીના સ્કૂલના દિવસોની યાદો તાજી થઈ ગઈ. સ્વામીજીના આ પ્રયાસથી સમાજ કલ્યાણ અને દેશની વૃધ્ધિને લગતી પ્રવૃત્તિઓ માટે યુવા વર્ગને પ્રેરણા મળશે. મારા મતે શિબીરમાંથી વધુમાં વધુ સામાજીક યોધ્ધાઓની પ્રતિભા બહાર આવે તેવી મારી આશા છે.