- ઓનલાઇન ગેમિંગને કારણે યુવાને જીવ ગુમાવ્યો
- સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 19 વર્ષીય પ્રિન્સસિંહ નામના શ્રમિકે આત્મહત્યા કરી
- લુડો નામની ઓનલાઇન ગેમિંગ એપમાં 40,000 રૂપિયા હારી જતા ઉંદર મારવાની દવા પી આત્મહત્યા
- વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી
યુવાવર્ગ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડીને જીવન બરબાદ કરી રહ્યું છે. ઓનલાઈન ગેમિંગ સાથે ઓનલાઈન જુગારની પણ લત યુવાનોને ગળે વળગી છે. ઓનલાઈન જુગારની લતમાં ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યો છે અને તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ત્યારે વાંકાનેરમાં ઓનલાઈન જુગારની લતે ચડેલા યુવાને ઝેરી દવા પીતાં સારવારમાં મૃત્યુ થયું હતું.
વાંકાનેરમાં ઓનલાઇન ગેમિંગને કારણે યુવાને જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ, સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 19 વર્ષીય પ્રિન્સસિંહ નામના શ્રમિક યુવકે આ-ત્મહત્યા કરી હતી. લુડો નામની ઓનલાઇન ગેમિંગ એપમાં 40,000 રૂપિયા હારી જતા ઉંદર મારવાની દવા પી આ-ત્મહત્યા કરી હતી. આશાસ્પદ યુવકે અંતીમ પગલું ભરી લેતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, મોરબીના વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક મોટો સિરામિકમાં રહેતા પ્રિન્સસિંહ તિલકસિંહ લૂડોમાં ઓનલાઈન જુગાર રમતો હતો. તેમાં 40,000 જેટલી રકમ હારી જતા ટેન્શનમાં આવી ગયો હતો. ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મો*ત થયું હતું. પોલીસે હાલમાં મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી કરી છે અને મૃ*તદેહને PM અર્થે ખસેડાયો છે. પોલીસે ફોનમાં તમામ ડેટા લીધો છે અને તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.