એ મેરે વતન કે લોગો જરા આંખોમે ભરલો પાની
આઝાદીનો ઈતિહાસ જાણીને તે યુવા સૈનિકોના જીવનમાંથી પ્રેરણા લઈને આગેવાની લેવાની જરૂર
આજના યુવાધનો આઝાદીનો ઇતિહાસ જાણવો જરૂરી: આઝાદીની લડાઇમાં નામી-અનામી ઘણા યુવાનોએ બલિદાન આપ્યું છે: ભારત છોડો સૂત્રે સમગ્ર દેશના લડવૈયામાં જોમ ચડાવ્યું હતું: 1857ના બળવાથી શરૂ કરીને 1939 થી 1945 ના વિશ્ર્વયુઘ્ધ વચ્ચે પણ ભારતના સેનાની આઝાદીની લડાઇ ચાલુ જ રાખી
1942 થી 1947 સુધી દેશને આઝાદ કરવાનો મહત્વનો અંતિમ તબકકો ગણી શકાય, ગાંધીજીનું અહિંસક આંદોલન અને તરવરીયા ક્રાંતિ વિરોના વિરોધી વિચારોની સાથે અંતે દેશ આઝાદ થયો જે સદિઓની ગુલામીની બેડીઓ તોડી હતી
સદીઓની દાસ્તાન આપણાં દેશ ભારતમાં 1પમી ઓગષ્ટ 1947ના રોજ મંગળ પ્રભાર ઉગ્યું હતું. ગુલામીની બેડીઓ તોડીને સ્વતંત્રતાનો શ્ર્વાસ ભારતની પ્રજાએ લીધો હતો. ફિરંગીઓ અને ડચ પ્રજાના દેશના વેપાર બાદ અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. આપણાં દેશના બે મહાન દિવસોમાં સ્વતંત્રતા દિવસ 1પમી ઓગષ્ટ અને ર6મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ગણાય છે. ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે આઝાદીની લડતમાં યુવા શકિતમાં ભારત માતા અને દેશ દાઝ – ભાવનાનો નવો સંચાર કર્યો હતો. આપણાં દેશની આઝાદીની લડાઇમાં લાખો યુવાનો જોડાયા હતા. ભારત છોડો, કરો યા મરો જવા આઝાદી માટેના નારા સાથે લાખો યુવાનો સર પર કફન બાંધીને નીકળી પડયા હતા.
સૌથી અગત્યની વાતએ વખતે કોમ્યુનિકેશનનો અભાવ અને ટાંચા સાધનો હોવા છતાં, દેશની આઝાદીની ચળવણમાં સૌને જોડી રાખીને સ્વતંત્રતા સેનાનીઓ મહત્વનું કાર્ય કરેલ હતું. આજની ર1મી સદીના યુવાનોએ એટલે જ આઝાદીનો ઇતિહાસ જાણવો ફરજિયા છે. દેશભાવના, જોમ, શકિત અને લક્ષ્ય આધારીત કાર્ય કેવી રીતે પૂર્ણ કરવું એ જમાનામાં શિખવી ગયા હતા. લડતના યુવાનો દ્રઢ નિશ્ર્ચીય અને સાહસિક હતા, જેના પર સદૈવ ગર્વ રહેશે. દેશની આઝાદીની લડાઇમાં નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓમાં દેશના યુવાનો પોતાનું નામ કામ છોડીને તન, મન, દાનથી જોડાયા હતા. એના કારણે જ આપણને મહામુલી આઝાદી મળી હતી.
આઝાદીની લડાઇ પ્રારંભ 1857 ના બળવાથી ગણી શકાયું ને આ ચળવળ અવિરત અને અતૂટ ચાલુ રહેતા છેલ્લે 1942 થી 1947 નો છેલ્લા પાંચ વર્ષ અંતિમ તબકકાના ગણાય છે. આ ગાળામાં વિશ્ર્વ યુઘ્ધ પણ ચાલુ હતું. ક્રાંતિવીરોના વિચારો અને ગાંધીના વિચારોમાં અહિંસા અને હિંસા સમાયેલી હતી.આઝાદીની લડાઇના યુવા સૈનિકોમાં ઘૈર્ય, નકકી કરેલ લક્ષ્ય અને આત્મ વિશ્ર્વાસ સાથે કંઇક કરી છૂટવાની ભાવના હોવાથી, અંગ્રેજોના લાઠીચાર્જ વચ્ચે પણ અડિખમ ઉભા રહેતા હતા. અમુક લડવૈયા લાઠી સામે લાઠીની વિચારસરણી વાળા પણ હતા. આજના યુવાનોને જાણીને નવાઇ લાગશે કે આઝાદીની લડાઇમાં ગુજરાતના ગુજરાતી યુવાનોએ પોતાની અટક ફગાવીને ‘આઝાદ’ ઉપમાન રાખી દીધુ હતું. 1942ની આઠમી ઓગસ્ટે સમગ્ર ભારતમાં ‘હિંદ છોડો’ ની ચળવળ શરુ થઇ હતી અને તે લડતનો જુસ્સો એટલો પ્રબળ હતો કે માત્ર પાંચ વર્ષમાં જ 190 વર્ષના અંગ્રેજોના શાસનનો અંત આવ્યો હતો.
એક તરફ મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને અહિંસક સત્યાગ્રહમાં તો બીજી તરફ દેશના યુવાનો સશસ્ત્ર ક્રાંતિમાં વિશ્ર્વાસ રાખીને ચંદ્રેશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે ચાલ્યા હતા. હાલ વડોદરાના કરજણ અને સિનોર તાલુકાનો વિસ્તારએ સમયે અંગ્રેજો સામેની પ્રવૃત્તિઓમાં આગળ હતો. આઝાદી માટે ઝઝુમતા યુવાનો માત્ર કામ નહી પણ નામમાં પણ આઝાદને અનુસર્યા હતા. માત્ર 13 વર્ષની ઉંમરે ચંદ્ર શેખરે પોતાની મૂળ અટક તિવારી છોડીને આઝાદ ઉપનામ ધારણ કરેલ હતું. એ વખતે આઝાદ, કામદાર અને બાદશાહ જેવી અટક અપનાવતા હતા.
દાંડીયાત્રાની ચળવળે ગુજરાતી યુવાનોમાં નવા પ્રાણ ફૂંકયા હતા. કરૂણા, પ્રેમ, વિરતા અને સત્ય જેવા ગાંધીજીના ગુણોએ એ વિચાસરણી ધરાવતા યુવાનોમાં દેશભાવના પેદા કરી હતી. આજે 76 વર્ષ દેશને આઝાદ થાયને થયા પણ આજના કેટલા યુવાનોને આ ચળવળનો ઇતિહાસ ખબર છે. આજની આપણી આઝાદીમાં લાખો નામી-અનામી યુવાનોએ સામે છાતીએ ગોળીનો વરસાદ જીલ્યો છે. આઝાદીની લડાઇમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ જેવી હજારો વિરાંગનાઓ પણ પોતાના પરિવાર સાથે ચળવળમાં જોડાઇ હતી. ઘણા લોકો હસતા મોઢે ફાંસી એ ચડી ગયા હતા.
1930 સુધી બહાદુર યુવા ક્રાંતિ વિરોએ હિંસાત્મક લડાઇ ચાલુ રાખેલી, ઉગ્રવાદી ક્રાંતિવીરો ગોરા અધિકારીઓની હત્યા તો કરતા પણ સાથે ગદ્દાર સાથીઓને પણ હિંમતથી મોતને ઘાટ ઉતારતા હતા. આજના યુવા ધને ઇતિહાસ વાંચવો જરુરી છે, કારણ કે એ લડતમાં પરિવાર સાથે બાળથી મોટેરા પણ જોડાયા હતા. બધાનો
લક્ષ્ય એક જ હતો અને તે હતો ‘આઝાદી’ સ્વતંત્ર ભારત આજે આપણને જે સુખ સાયબી મળે છે. તે આઝાદીના લડવૈયાને આભારી છે, ઘણા નાના નાના તરુણો કિશોરો પણ આઝાદીની આ લડાઇમાં શહિદ થઇ ગયા હતા. સૌથી મોટી વાત એ છે કે એ જમાનામાં સૌનો એક જ ઘ્યેય આઝાદીનો હતો, અને તે મેળવી ને જંપીશ તેવો સંકલ્પ હતા, જે આજના યુવાનોને શિખવા જેવું છે. આપણો દેશ ભારત માતા છે, આપણો તેના સંતાનો છીએ, તેનું તન, મન, ધનથી દેશદાઝ ભાવના થી રક્ષણ કરવું આપણી ફરજીયાત ફરજ છે.
“ઇસ મૂલ્ક કી સરહદ કોઇ છૂ નહી શકતા, જિસ મુલ્ક કી નિગેબાન હે આંખે”
સમાજનો દર વર્ગ જોડાયો
ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડત હતી. આ ચળવળ 1857 થી 1947 સુધી ચાલી હતી. દેશની સ્વતંત્રતા માટેની પ્રથમ રાષ્ટ્રવાદી ક્રાંતિકાર ચળવળ બંગાળમાં શરૂ થઇ હતી. આજે તો વિશ્ર્વના સૌથી વધુ યુવાનો ભારતમાં છે, ત્યારે યુવા ધને આઝાદીના સ્વાતંત્ર્ય વિશે, શહિદો, લડવૈયા અને હસતા મોઢે ફાંસીએ કે સામી છાતીએ ગોળી ખાનાર તમામ ક્રાંતિવિરોનો ઇતિહાસ જાણવો જ પડશે. એ વખતની દેશભાવના જાણવાથી આજની ર1મી સદીના યુવાનોમાં ઘણા ગુણોનું સિંચન થશે.