કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય મજુરો અને રોજેરોજનું કરીને પેટીયું રળતા નિરાધરોનો આધાર બની પાંચ પાંચ દિવસ સુધી રોજ સાંજે જમવાનું ઓઢવાનું, પહેરવાનું તાલપત્રી, કાચો સીધો પહોચાડી દરીદ્ર નારાયણની ભકિત કરી છે. કેશોદના સદભાવના પરિવાર દ્વારા દરેક ઝુપડપટ્ટી વિસ્તારમાં ખીચડી શાક પાંચ દિવસ હેતભરી જરુરતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
કેશોદ વિશ્વા હિન્દુ પરીષદ અને બજરંગદળ ના યુવાનો દ્વારા જલારામ મંદીરેથી ખીચડી શાક બનાવી કેશોદ આસપાસના હાઇવે રોડ કિનારે આવેલ ઝુપડાઓમાં વાહન દ્વારા પહોચી ભોજન વિતરણ વ્યવસ્થા કરી હતી. કેશોદ શહેર તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે અબોલ મુંગા પશુ ગૌવંશ અકસ્માતે પડવા કે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓમાં રાધે ક્રિષ્ના ગોશાળાના યુવાનો વરસતા વરસાદમાં જોખમી બચાવ કામગીરી કરી હતી.
કેશોદ તાલુકાના અજાબ ગામના નેચર નીડ યુથ કલબ દ્વારા આસપાસના વિસ્તારોમાં મજુરી કામ માટે આવેલા પરપ્રાંતીય મજુરો માટે ગામમાંથી કપડા, કાચો સીધો, તાલપત્રી બીસ્કીટ સહીત પચીસ વસ્તુઓ એકઠી કરી કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદના રણુજા ગૌસેવા ગુ્રપના યુવાનો, બસ સ્ટેન્ડ રોડના ટ્રાવેલ્સ સંચાલકોએ મળીને જમવાનું બનાવી વિતરણ કર્યુ હતું.
કેશોદમાં આવેલ બોમ્બે પ્રોવિઝન એન્ડ મોલ ના ભગુભાઇ તથા જેન્તીભાઇ આહરા દ્વારા દરેક સામાજીક અને ધાર્મિક સંસ્થા તેમજ વિવિધ મંડળોને બ્રેડ અને પફ અડધી કિંમતમાં પુરવાર કરી સેવાકીય કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું. કેશોદ આઝાદ કલબના પ્રમુખ અને ટીમ દ્વારા વાહનમાં પથ્થરો તથા માટી ભરીને મુખ્ય માર્ગમાં પડેલા ખાડામાં પુરાણ કરી તંત્રની રાહ જોયા વગર અકસ્માત નિવારવા કાર્ય કર્યુ હતું.