રાજયમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિનું ચીરહરણ…: વિધાનસભા સંકુલમાં મીડિયાને સંબોધી રહેલા ગૃહમંત્રી પર ધંધુકાના ડે.કલેકટર કચેરીના કલાર્કેે બે-બે વાર જુતા ફેંકયા: બેરોજગારી, ભ્રષ્ટાચાર અને દા‚બંધીના મુદ્દે આક્રોશમાં આવી યુવાને ગૃહમંત્રી પર હુમલો કર્યો.
રાજયના ગૃહમંત્રી પર જુતા ફેંકવાની ઘટના બનતા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર ફરી એક કલંક‚પ ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઈ છે. સમગ્ર ઘટનાની માહિતી મુજબ આજે બપોરે ગાંધીનગરના મીડિયા હાઉસ નજીક પત્રકારોને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ધંધુકા ડેપ્યુટી કલેકટરમાં કલાર્ક તરીકે બજાવતા ગોપાલ ઈટાલિયા નામના યુવાને આક્રોશમાં આવી જઈ બે-બે વાર જુતા ફેંકી હુમલાનો પ્રયાસ કરતા ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ધધુંકાના આ યુવાનની પોલીસે અટકાયત કરી ગૃહમંત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
રાજયમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર ખુદ ગૃહમંત્રી પર સુરક્ષા કવચને તોડી ધંધુકાના આ શખ્સે હુમલો કરતા ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ખુદ ગૃહમંત્રી અસલામત છે. જયારે પ્રજાજનોની સલામતીનું શું ? તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. ઘટનાની વિગતવાર માહિતી મુજબ આજે બપોરના સમયમાં મીડિયાને માહિતી આપી રહેલા ગૃહમંત્રી તરફ આ શખ્સ ઘસી આવ્યો હતો ને બે વાર જુતા ફેંકયા હતા. જેમાં એકવાર થયેલો ઘા સીધો ગૃહમંત્રીના ચહેરા પર થયો અને જુતાનો બીજો ઘા ટેબલ પર થયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી ગૃહમંત્રી અવાહક બની ગયા હતા. ઘટનાને પગલે પોલીસે તુરંત આ યુવાનની અટકાયત કરી હતી. વિધાનસભા સંકુલમાં જ બનેલી આ ઘટનાને ઈલેકટ્રોનિક મીડિયાએ કેમેરામાં કેદ કરી લીધી હતી.
આ યુવાનને આક્રોશ સો જણાવ્યું હતું કે, રાજયમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે. દા‚બંધીની માત્ર વાતો બેરોજગારી ફુલીફળી છે. ત્યારે પ્રજાજનોની ધીરજ ખુટી છે. આ હુમલા ગૃહમંત્રી પર નહીં સરકારના અહંકાર પર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી પર જુતા ફેંકનાર આ યુવાન એ જ ોડા સમય પૂર્વે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને ટેલીફોન કરી ‘ગુજરાતમાં ખુલ્લેઆમ દા‚ વેચાય છે. તેવી વાતો કરી હતી. જેનો વિડીયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાયરલ યો હતો.
સમગ્ર રાજયમાં કાયદા-વ્યવસની પરિસ્િિતનું ચીરહરણ ઈ રહ્યું હોય તેમ ોડા દિવસો પૂર્વે જ ગૃહમાં ધારાસભ્યો વચ્ચે ધમાલ-તંગદીલી અને હુમલાની ઘટના ઈ હતી. હજુ આ કલંકીત ઘટનાની કાળી શાહી સુકાઈ ની ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સલામતી પર અનેક પ્રશ્ર્નો ઉઠયા છે. આ ઘટનાના રાજયભરમાંી ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.
ગૃહ મંત્રી પર થયેલો હુમલો કોંગ્રેસનું ષડયંત્રનો જીતુ વાઘાણીનો આક્ષેપ
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જોડા ફેંકવાની ઘટનાના પગલે ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. ગૃહ મંત્રીની સલામતિ અંગે પ્રશ્ર્ન ઉઠી રહ્યા છે ત્યારે જીતુ વાઘાણી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, લોકશાહીમાં પોતાના પ્રશ્ર્નો દરેક પ્રજાજન રજુ કરી શકે છે પરંતુ ગોપાલ દ્વારા કરાયેલા હુમલાની ઘટના કોંગ્રેસના ઇશારે થઇ હોવાનું કહ્યું હતું.
હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલ રહી ચૂકયો છે
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર હુમલો કરવાની ઘટનામાં સંડોવાયેલા ગોપાલ પટેલ અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હોવાનું ખુદ ગોપાલે જણાવ્યું છે. ગૃહ મંત્રી આજે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે ગોપાલ પટેલે દા‚બંધીના મુદે ઉશ્કેરાયો હતો અને બે – બે વખત ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના ચહેરા પર જુતા ફેંકયા હતા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ આઇજી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.