સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૪૮માં યુવક મહોત્સવનું ૮ ઓકટોબરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન: લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાની ખાસ ઉપસ્થિતિ
યુવક મહોત્સવમમાં યુવાનોને નગનાટ વધારવા માટે કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક હેઠળની કુલ ૩૩ સ્પર્ધાઑનું આયોજન : વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે કોલેજોમાં ફ્લેશ મોબનું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા યુવાનોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા યુવક મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા ૮,૯ અને ૧૦ ઓક્ટોબર આમ ત્રણ દિવસ ૪૮માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનું ઉદ્ઘાટન ૮ ઓક્ટોબરના રોજ સવારે ૯:૪૫ કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને લોકગાયક બિહારિભાઈ હેમુભાઈ ગઢવીની ખાસ ઉપસ્થિતિ રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮માં યુવક મહોત્સવના ઉદઘાટનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના તરણેતરના મેળાના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવશે. ઉપરાંત પ્રખ્યાત શિદી બાદશાહના ગ્રુપ દ્વારા ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવશે.
આ યુવક મહોત્સવમમાં યુવાનોને નગનાટ વધારવા માટે કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક હેઠળની કુલ ૩૩ સ્પર્ધાઑનું આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં વધુ વિર્દ્યાીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે કોલેજોમાં ફ્લેશ મોબનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલંબારીબેન દવે અને કુલસચિવ ડો.ધીરેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, વિવિધ ભવનોના અધ્યક્ષ, પ્રાધ્યાપકો, સંલગ્ન કોલેગના પ્રિન્સીપાલ, યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, શેક્ષણિક અને બિનશેક્ષણિક કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.