રાજકોટની સુપ્રસિઘ્ધ શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજે ચોથી વખત જીટીયુ ના 10 માં યુવક મહોત્સવ ક્ષિતિજ 2022 નો પ્રારંભ 15 સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે ના દિવસે ગુજરાતી ફિલ્મ ના પ્રખ્યાત અભિનેતા હર્ષલ માકંડ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના અધ્યક્ષ વિનયભાઈ જસાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ હતી. મહોત્સવમાં ડાન્સ, થિયેટર, મ્યુઝિક, ફાઈન આર્ટ્સ અને લિટરેચર અંતર્ગત અલગ અલગ 25 થી વધુ સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્રની અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજના 250 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારે વિદ્યાર્થીઓએ અલગ અલગ શૈલીમાં પોતાનું આંતરિક કૌશલ્ય રજુ કર્યુ હતું.
જીટીયુ રાજકોટ ઝોનના ત્રિદિવસીય યુવક મહોત્સવના સમાપન સમારોહમાં જીટીયુના સ્પોર્ટ્સ અને કલ્ચરલ હેડ ડો. આકાશ ગોહિલ, મનોજ શુક્લા, વીવીપી કોલેજના પ્રોફેસર કુંજલ ભંડેરી, અને રેડિયો મિર્ચી ના આરજે નેહાએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ફૂડ કુપન આપી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. બી.એમ. રામાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો સ્પર્ધામાં એક થી ત્રણ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવેલ હતા. યુવક મહોત્સવ માં રાજકોટની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ 18 ટ્રોફી તેમજ પાંચ કેટેગરી એવોર્ડ પ્રાપ્ત કરી ચેમ્પિયન નું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ 18 ટ્રોફી સાથે રનર અપ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ 16 ટ્રોફી અને એક કેટેગરી એવોર્ડ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યજમાન પદે રહેલ શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ સર ડો બી એમ રામાણી, પ્રોફેસર ચેતસ ઓઝા તથા ્ર કોલેજ પરિવારે ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી.