રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉદઘાટન

 

સતત બીજા દિવસે હજારો રાજકોટવાસીઓએ પુજારા યુથ ફીએસ્ટા ૨૦૧૮, રાજકોટ ૨૦૫૦ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં લાભ લીધો. જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સની વિવિધ સંસ્થાઓના ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા ૨૦૦ થી વધુ પ્રોજેકટસને રેસકોર્ષ ખાતે ૧.૫ લાખ સેકવેર ફુટ એરીયા માં ૮ વિશાળ ડોમમાં બાળકો દ્વારા પ્રદર્શીત અને નિદર્શીત કરવામાં આવી રહી છે. પ્રદર્શનના બીજા દિવસે સાંજે ૫=૦૦ કલાકે મુખ્ય ઉદઘાટક, રાજયના શિક્ષણ મંત્રી મા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને અન્ય મહાનુભાવો દ્વારા ઉદઘાટન કરાયુ.

0M
પ્રથમ દિવસે અને બીજા દિવસે હજારો શહેરીજનોએ તેમના બાળકો સાથે આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસના એકસપર્ટ સેશન, જેમા ISRO ના વૈજ્ઞાનિકોએ નેવીક (ઇન્ડિયન રીજીયોનલ નેવીગેશન સીસ્ટમ) વિષય પર લાઇવ ડેમો અને સેમીનાર લીધો હતો, જેમા ખુબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

0Kતા. ૨૨ ના બીજા દિવસે સાંજે ૭=૩૦ થી ૮=૩૦ પુજારા ટેલીકોમના એમ. ડી, શ્રી યોગેશભાઇ પુજારાનુ એકસપર્ટ સેશન – કેવી રીતે સફળ એન્ટ્રોપ્રીન્યોર બની શકાય વિષય પર યોજાયુ હતુ, જેમા પણ બહોળી સંખ્યામાં યુવાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીયોએ ઉપસ્થીત રહી, શ્રી યોગેશભાઇના અનુભવોને સાંભળીને મોટીવેટ થયા હતા.

0Lઆવતી કાલ ને સોમવારે તા. ૨૩ ના સાંજે ૬=૩૦ થી ૭=૩૦ હોલીવુડના એવોર્ડ વિનિંગ ફીલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીસ ના સીઇઓ,  સોહન રોય દ્વારા ”૨૦૫૦ માં એન્ટરટેઇનમેન્ટ કેવુ હશે” વીષય પર એકસપર્ટ સેશન યોજાશે. જ્યારે એજ દિવસે સાંજે ૮=૦૦ થી ૯=૦૦ કલાક દરમ્યાન, HOCL ના ડાયરેકટર શ્રી ભૈરવભાઇ પાંધીનુ -૨૦૫૦ માં કોમ્યુનિકેશન ટેકનોલોજી કેવી હશે, તે વિષય પર એકસપર્ટ સેશન યોજાશે. આયોજકો દ્વારા આ નિ:શુલ્ક એકસપર્ટ સેશનમાં ભાગ લેવા, વિદ્યાર્થીઓ અને યુવાનોને આમંત્રીત કરાયા છે.

0Hઉદઘાટન સમારભમાં મુખ્ય ઉદઘાટક તરીકે રાજયના શિક્ષણ મંત્રી મા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને અધ્યક્ષ સ્થાને રાજકોટના મેયર  જયમનભાઇ ઉપાધ્યાય હાજર રહ્યા હતા, જયારે મુખ્ય મહેમાનોમાં મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડે. મેયર શ્રી દર્શિતાબેન શાહ, સ્ટેંડીગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિ.ના વીસી ડો. કમલભાઇ ડોડિયા, સ્પોર્ટસ યુનિ.ના વિસી ડો. જતીનભાઇ સોની, બાન લેબ્સ ના MD મૌલેશભાઇ ઉકાણી, સૌ.યુની. ના સિન્ડિકેટ મેમ્બર ડો. મેહુલભાઇ રુપાણી, અને વડોદરા નગરપાલીકાના પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ડો. વીજયભાઇ શાહ, અને રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર બી.એન.પાની ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

0Bકાર્યક્રમની શરુઆતમાં તમામ મહેમાનોને પુસ્તીકાઓ આપી સ્વાગત કરાયા હતા. સ્વાગત પ્રવચન, સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતુ અને મહેમાનોને આ પ્રદર્શન વિશે માહિતિ આપી હતી. ત્યારબાદ મહેમાનો અને મુખ્ય ઉદઘાટક દ્વારા દિપ પ્રાગટય કરાયુ હતુ. રાજયના શિક્ષણ મંત્રી મા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેમના પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, સંશોધન, ઇનોવેશન અને ઇંક્યુબેશન પર આપણે ભાર આપવો પડશે. સરકાર પણ આ પ્રદર્શનમાં જે પ્રોજેકટ પ્રદર્શીત કારાયા છે, તેનો અભ્યાસ કરશે અને ભવિષ્યમાં જો યોગ્ય જણાશે તો તેનો ઉપયોગ કરશે.

0C
પુજારા યુથ ફીએસ્ટા ૨૦૧૮, રાજકોટ ૨૦૫૦ પ્રદર્શનમાં ભવિષ્યનુ રાજકોટ કેવુ હશે, કેવી ટેકનોલોજીઓ અસ્તીત્વમાં હશે વગેરે બાબતો ને ૨૦૦ કરતા વધારે રસપ્રદ પ્રોજેકટસના માધ્યમથી જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટસના વિદ્યાર્થીઓ ઉપરાંત ISRO દ્વારા પ્રદર્શન માટે મુકેલ ખાસ મોડેલ્સ, આરમેનીયા દેશની અરમાથ એન્જીનિયરીંગ લેબોરેટરીસ દ્વારા પ્રદર્શીત એન્જીનિયરીંગ, ટેકનોલોજી અને રોબોટીકસ પરના પ્રોજેકટસ, એન્ટરટેન્મેન્ટ કંપની ઇન્ડીવુડના મનોરંજન ક્ષેત્રના પ્રોજેકટસ. તેમજ રાજકોટ કલેકટર ઓફીસ દ્વારા રેસકોર્ષ-૨, નવુ એરપોર્ટ અને ઇશ્વરીયા પાર્ક ખાતે સાયન્સ સીટી જેવા પ્રોજેકટસ, રાજકોટ પોલીસ દ્વારા આઇ-વે, હેમ અને સાઇબર સીક્યુરીટી પરના પ્રોજેકટસ, સ્માર્ટ સીટી દ્વારા પણ વિવિધ ફયુચરીસ્ટીક પ્રોજેકટસ આકર્ષણ નુ કેન્દ્ર બન્યા છે.

0Dબીજા દિવસના સાંજે ૯ થી ૧૧ દરમ્યાનના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જીનિયસ ઇંગ્લીશ મિડિયમ, જય ઇન્ટરનેશનલ સ્કુલ અને રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ ના વિદ્યાર્થીઓએ વેસ્ટ ઓફ ટાઇમ, બાહુબલી થીમ ડાન્સ, હેપી એન્ડીંગ, એક જીંદરી, અને જીનિયસ સુપર કિડસના મનોદિવ્યાંગ બાળકો દ્વારા જબારા ફેન ડાન્સ રજુ કરાયો હતો.

0Eઆ પ્રદર્શન માટે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સની જીનિયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ અને ગાર્ડી વિદ્યાપીઠની એન્જીનિયરીંગ, એમબીએ, એમસીએ, આયુર્વેદ અને હોમીયોપેથી કોલેજોના પ્રી-પ્રાઇમરી થી પીજી સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના એજયુકેટરો અને તમામ સ્ટાફ દ્વારા ખુબ જ મહેનત પૂર્વક આ પ્રદર્શનનુ આયોજન કરાયુ છે, જેની મુલાકાત તમામ ઉમરના લોકોએ અચુક લેવા જેવી છે.

0Fપુજારા યુથ ફીએસ્ટા ૨૦૧૮ ના સંચાલક અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્શ્ટીટયુટના ચેરમેન ડી. વી. મહેતા અને ટ્ર્સ્ટના તમામ હોદેદારો, તેમજ શાળા-કોલેજના તમામ વડાઓ દ્વારા રાજકોટ અને આસપાસના શહેરોની શાળાઓ, કોલેજો, શૈક્ષણીક સંસ્થાઓ , તેમજ રાજકોટ શહેરના નગરજનોને તેમના બાળકો અને પરિવાર સાથે રવીવાર અને સોમવાર એમ છેલ્લા બે દિવસ દરમ્યાન આ પ્રદર્શનની મુલાકાત લેવા ભાવભર્યુ નિમંત્રણ, પાઠવવામાં આવે છે.

આકર્ષણ નુ કેન્દ્ર રહેલા પ્રોજેકટસ:

ગ્રેવીટી શુઝ: ગ્રેવીટેશનલ ફોર્સ પર આ બુટ કામ કરશે. તે મેગ્નેટીક પ્રોપર્ટી થી કોઇપણ સર્ફેઇસ પર ચોંટી શકશે.

સ્માર્ટ રેફ્રીજરેટર: આ રેફ્રીજરેટર તમારી કોઇપણ ડીવાઇસ સાથે કનેકટ થઈ શકશે અને એકવાર એને પ્રોગ્રામ કરી દેવાથી જ્યારે તેમાંથી કોઇ વસ્તુ વપરાશ માં લેવામાં આવશે ત્યારે આપમેળે તે નવી વસ્તુ માટે ઓર્ડર આપી દેશે.

વરકા ટાવર: બાંબુ સ્ટીક થી બનેલ આ ટાવર હવા માં રહેલ ભેજ ને શોશી અને તેમાંથી પાણીને ખેચી લેશે, જે પાણીની અછતના સમયમાં પાણી માટેનુ એક સ્તોત્ર સાબીત થશે. ઇથોપીયામાં આ પ્રકારે લોકો પાણી મેળવે છે.

સોલાર પેસ્ટીસાઇડ સ્પ્રે મશીન: આ મશીન સોલાર એનર્જી થી ચાલે છે. તે ખેતરમાં પેસ્ટીસાઇડ ના છંટકાવ માટે ઉપયોગ માં લઈ શકાશે. તેમા રહેલી મોટર સોલાર થી ચાર્જ થયેલ બેટરી થી ચાલે છે.

વોટર સાઇકલ: આ સાઇકલ પાણી પર ચલાવવા માટે પ્લાસ્ટીકની વેસ્ટ બોટલનો ઉપયોગ થયો છે. જે વિસ્તાર મામ અતિવૃષ્ટી વધારે થતી હોય ત્યાં, આ પ્રકારની સાઇકલ પ્લાસ્ટીકની વેસ્ટ બોટલથી આસાનીથી બનાવી શકાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.