રવિન્દ્ર જાડેજા, ચેતેશ્ર્વર પુજારા સહિતના રણજીના તમામ ખેલાડીઓ રાજકોટથી ખરીદેલા બેટ ઉપયોગ કરે છે: ‚રુ૧૫૦ થી ૩૩ હજાર સુધીના બેટ ઉપલબ્ધ
બેટનું મોટાપાયે ઉત્પાદન હિમાચલ, જલંધર અને મેરઠમાં થાય છે: આદર્શ બેટનું વજન ૧ કિલોથી ૧૨૦૦ ગ્રામ હોય છે: સિઝન બોલનું વજન ૧૫૬ ગ્રામ હોય છે
વેકેશનના માહોલમાં ક્રિકેટ રમતવીરોમાં બેટ-બોલની ખરીદી જામી છે ત્યારે હાઉઝેટ સ્પોર્ટસના માલિક સંદિપ ગાંધી જણાવે છે કે વેકેશનના માહોલને લઈને ક્રિકેટ રમતવીરો એક મજબૂત અને ટકાવ બેટ લેવા ઈચ્છતા હોય છે. ત્યારે ખાસ બેટ બે પ્રકારના હોય છે. કાશ્મીર વિલો અને ઈંગ્લીશ વિલો જે સિઝનના પ્રકાર છે અને ટેનિક ક્રિકેટમાં હિમાચલ વિલો નામના બેટનો ઉપયોગ કરવામાં આવે છે. જે આ પ્રકારો વચ્ચેનો તફાવત એ ગણાવી શકાય કે કાશ્મીર વિલો બેટ એ આપણા ભારતનું છે. જયારે ઈંગ્લીશ વિલો બહારથી બનાવવામાં આવે છે અને ટેનિસ ક્રિકેટમાં હિમાચલવીલો બેટએ હિમાચલ પ્રદેશના લાકડામાંથી બનાવવામાં આવે છે. બેટ કાશ્મીર, જલંધર, મેરઠમાં બનાવવામાં આવે છે. જે ક્રિકેટરો બેટ ઉપયોગ કરે છે તે ઈંગ્લીશ વિલોના વુડમાંથી બનાવવામાં આવતું હોય છે.
પ્રેકટીસ માટે જે બેટ વપરાય છે તે વધુ પડતા કાશ્મીર વિલો બેટનો ઉપયોગ કરે છે. બેટની લંબાઈ ૩૫ ઈંચ અને સવાચાર ઈંચની પહોળાઈ રેગ્યુલર સિઝન બેટની હોય છે. જયારે ટેનિસ બેટકમાં સાડા ચાર ઈંચની પહોળાઈ ત્યારે લંબાઈ તેમાં વધુ હોય છે. હાલમાં લાંબા બેટ વધુ ઉપયોગમાં લેવાય છે. બેટનું વજન ૧ કિ.ગ્રા થી લઈ ૧૨૦૦ કિ.ગ્રા. સુધીનું હોય છે.
સૌરાષ્ટ્રના બધા જ ક્રિકેટરો હાઉઝેટ સ્પોર્ટસમાં બેટની ખરીદી કરે જ છે. ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા બધા નાનપણથી શ‚આત કરી ત્યારે આવી ગયા છે. હાઉઝેટ શોપમાં સિઝન બેટમાં ૧૧૦૦ ‚પિયાથી લઈને ૩૩૦૦૦ ‚પિયા સુધીના બેટ અવેલેબલ છે. કોઈપણ પ્રકારના બેટનું જો હેન્ડલ ડેમેજ થાય છે ત્યારે તે રિપેરેબલ હોય જ છે. ખાસ બેટની ખરીદી કરતી વખતે સ્ટીકર કે દેખાવ પર ન જવુ જોઈએ વજન જોવું જોઈએ.
અગ્રવાલ સ્પોર્ટસ શોપ પણ રાજકોટની ખુબ જ ૪૯ વર્ષ જુની શોપ છે. ઉમેશ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ૧૮૦ ‚પિયાથી લઈ ૨૬૦૦૦ ‚પિયા સુધીના બેટ આ શોપ પરથી મળે છે. બોલમાં પણ સિન્થેટીક અને સિઝન બોલ હોય છે. જે ક્રિકેટરો બોલનો ઉપયોગ કરે છે તેવું મટીરીયલ લેધનું અલગ હોય છે. જયારે પ્રેકટીસમાં જે એ મજબુત હોય છે. બોલની મેરઠ ને જલંધરમાં જ બનાવવામાં આવે છે. સિઝન બોલનું વજન ૧૫૬ કિલોગ્રામ હોય છે. લેધર અલગ અલગ હોય છે. પરંતુ વજન એક ફિકસ (નિશ્ર્ચિત) હોય છે. અંડર-૧૭ અને અંડર-૨૦ ક્રિકેટરો માટે ૫ નંબરનું અને ૬ નંબરના બેટનો સારો ઉપયોગ કરવામાં આવે છે. જે ક્રિકેટરના ઉંચાઈ પર પણ આધાર રાખતું હોય છે.
સુમિત પટેલના હાઉઝેટ સ્પોર્ટસ શોપમાં આવ્યા હતા અને એને જે બેટની ખરીદી કરી હતી તે સંદિપભાઈ ગાંધીને યાદગીરી છે. ગ્રાહકોને સંતોષ પુરેપુરો મળી રહે છે. જ‚રીયાત મુજબના ભાવમાં જ આપવાનો આગ્રહ રાખતા હોય છે. ત્રિકોણબાગ પાસે શાસ્ત્રીમેદાનના ફુટપાથ પર જે વર્ષોથી બેટ વહેંચાય છે. જે વિદ્યાર્થીઓ, સામાન્ય માણસો પોતાના ભાવમાં પરવળે એ હેતુથી અને બેટની મજબુતાઈને જોઈને ખરીદી કરે છે. વિદ્યાર્થીઓને સ્ટોરમાંથી બેટ ખરીદવું મોઘુ પડે છે. જેથી તેઓને તેના બજેટમાં મળી રહે છે. તેથી તેઓ અહીંથી બેટની ખરીદી કરે છે.