આત્મિય કોલેજમાં યોજાયેલ પ્રેરણાત્મક સંગોષ્ઠિમા યુથ આઇકન ટ્રોફી પ્લેયર ધનરાજ પીલ્લઇ, એકિટવિસ્ટ, રૂઝાન ખંભાતા, તેમજ રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી ખાસ ઉ૫સ્થિત રહ્યા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તેના ભાગરુપે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરી દેશ અને દુનિયમાં પોતાનું નામ રોશન કરનારા યુથ આઇકનોએ આ પ્રસંગે યોજાયેલ એક પત્રકાર પરિષદ દરમિયાન પ્રેરણાત્મક પ્રવચનો વાઇબ્રન્ટ ગુજરાત સાથે યુથ સેગ્મેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ ક્ષેત્રના યુવાનોને આકર્ષવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરા, સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ યુથ કનેકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના મેનેજર ધનરાજ પીલ્લઇ આરોગ્ય સચિવ જયંતિ રવિ, રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી તેમજ આરતી પવાર અને રુઝાન ખંભાયતા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ અંતર્ગત યુથ કનેકટ કાર્યક્રમ આત્મીય કોલેજના ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ યુવાનોને પ્રોત્સાહન આપવાની વાત સાથે જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો સ્પોર્ટસ સોશ્યલ અને અન્ય રીતે ખુબ જ આગળ પડતા છે.

આ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે આ યુથ કનેકટનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ વડોદરામાં આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સુરત અને હવે રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા એકિટવિસ્ટ અને ઉઘોગ સાહસિક સુશ્રી રૂઝાન ખંભાટાએ જણાવ્યું હતું કે સંઘર્ષ ને સંઘર્ષ કહેવાને બદલે તેને પડકાર કહેવો જોઇએ. જો તમે કોઇપણ સંઘર્ષને પડકારરુપે લેશો તો તમને અચુક સફળતા મળશે. મારી પાસે મારા પિતાનો બિઝનેસ હતો. પણ મારે મારા નામને અલગ ઓખળ આપવી હતી. એ સમયે નવા બીઝનેસ માટે કોઇ સહાય મળતી નહોતી. મે કોમ્પ્યુટરનો બિઝનેસ શરુ કર્યો. મારામાં કંઇક  કરવાની પ્રબળ ઇચ્છાશકિત હતી. તેમણે એમ પણ ઉમેર્યુ કે, જ્ઞાન એ શકિત છે. જો એ તમારી પાસે હશે તો તમે કોઇપણ સ્થળે કોઇપણ પ્રકારનો બિઝનેસ શરુ કરી શકશે.

રાજય સરકારના વરિષ્ઠ અધિકારી જયંતિ રવિએ પાછલા વાઇબ્રન્ટ સમિટની વિગતો આપી હતી. ગત સમિટમાં ૧ર સહયોગી દેશો હતા. ૧૦૦ દેશોએ ભાગ લીધો હતો. ૭ નોબેલ લોરિએટ સહભાગી બન્યા હતા. ૩પપ બીટુબી અને ર૬૦ બીટુજી બેઠકો થઇ હતી. ૩૩૦૦૦ રજીસ્ટ્રેશન થયા હતા.

યુથ કનેકટથી વાઇબ્રન્ટમાં યુવાનો માટે યોગ્ય વાતાવરણ બનશે: ધનરાજ નથવાણી

vlcsnap 2019 01 10 10h57m51s388

‘યુથ કનેકટ’કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીએ ‘અબતક’સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ખ્યાલથી ‘યુથ કનેકટ’વાઇબ્રન્ટ ગુજરાનનો સારુ પગલું છે. જેનાથી ગુજરાતમાં જે યુવાનો છે. તેમને પ્રોત્સાહીત કરવાના એક બીજાના અનુભવો શેર કરી અને આ લોકોને એકસપ્રોઝટ આપવાનું સારુ પ્લેટફોર્મ રહેશે. સ્ટાર્ટ અપ માટે રાજય અને કેન્દ્ર સરકાર બન્ને ખુબ તત્પર છે. જેના સહયોગથી બન્ને ‘યુથ કનેકટ’ જેવા પ્લેટફોર્મથી એકબીજાના અનુભવો શેર કરશે અને આ અનુભવોમાંથી જેમનું નવું શીખવા મળશે, વાઇબ્રન્ટ ગુજરાત આજે બધા ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ માટે મદદ કરવા ખુબ જરુરી બની ગયું છે. જેનાથી યુવાનો પ્રોત્સાહ મળશે.

અત્યારે યુવાનોને પ્રોત્સાહન આપવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સારા પગલા લેવામાં આવી રહ્યા છે. નીતી આયોગ દ્વારા પણ યુવાનોને ઉઘોગમાં પ્રોત્સાહન મળે તે માટે નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તેમ જણાવીને ધનરાજભાઇએ ઉમેર્યુ હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આટલા વર્ષોથી ગુજરાતમાં થાય છે જેનાથી ગુજરાત સારા પ્લેટફોર્મ પર આવી ગયું છે. આંતર પ્રિન્ચોર આખા ગુજરાતમાંથી આવે છે તે એક મોટું ઉદાહરણ છે કે યુવાનોને અહીં પ્રોત્સાહન અને મોટીવેશન મળે છે અને જેનાથી મોટો ફાયદો પણ જાય છે.

યુવાનો તેમના લક્ષ્યાંક તરફ સમર્પિત થઇ કામ કરે: ધનરાજ પિલ્લાઇ

vlcsnap 2019 01 10 12h35m40s759

આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેલા ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લાઇએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી યુથ કનેકટીવીટી ની વાત ચાલતી આવે છે. પરંતુ મને ખુબ ખુશી થાય છે કે આપણી સરકાર રાજય સરકાર આના વિશે વિચારે છે. કે યુથ કે કેવી રીતે આપણે રમત કે બીજી કામગીરીમાં લઇ આવે મને લાગે છે. કે આવનાર સમયમાં આજ યુવાનો આપણા દેશને આગળ લઇ જશે. જેટલું રમશો એટલા તંદુરસ્ત રહેશો. યુવાનો માટે એ જ કહીશ કે જેટલું બની શકે એટલા તમે ખુદમાં પ્રમાણિક રહો. તમારા લક્ષ્યાંક તરફ તમે સર્મપિત રહો તમે જે કરવા માંગો છો તે તમે ખુશીથી કરો. કેમ કે હું નાનો હતો ત્યારે માત્ર રમતો જ રહ્યો કેમ રમતો હતો એ ખબર નહોતી. બસ કુટુંબમાં રમતગમતનું વાતાવરણ હતું. હું રમતો રમતો રહ્યો પરંતુ એ જયારે ખબર પડી કે નહી મારે પણ દેશ માટે રમવું જોઇએ. મારે પણ મારા રાજય માટે કાંઇક કરવું જોઇએ એવી જ રીતે રસ વધતો રહ્યો હતો.

તમારી આવનારી પેઢી ગર્વથી એવું કહે છે કે આ બાળક આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, કે આપણી સંસ્થા માટે ખુબ જ સારું કામ કરે છે  તેથી આપણા મા-બાપનુંં માથુ ગર્વથી ઊંચુ થાય અને આપણા દેશને આગળ લઇ જવા માટે કામ આવશે.

વાઇબ્રેન્ટ ગુજરાતએ ખુબ સારો વિચાર છે. વાઇબ્રન્ટ ગુજરાત એવો વિચાર છે કે બધા જ ઘરોમાં એના ન્યુઝ પહોંચી જાય છે. અને મને લાગે છે. જો આ બાળકો વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ઇન્ડિયા, ભારત સરકાર ખેલો ઇન્ડિયા ના માઘ્યમથી ઘર ઘરમાં સ્પોર્ટસ પહોચાડે છે. તો મને લાગે છે કે એક ખુબ જ સેનીસેટીવ છે. આવનારી પેઢીને એ સમજ આવશે કે આગળ જઇને આપણે કયા વ્યવસાયમાં જવું છે અને કેવી રીતે એને પ્રસિઘ્ધ કરવું છે તેથી આપણા દેશની પ્રગતિ થાય તેમ પિલ્લાઇએ અંતમાં ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.