ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવાની માંગ સાથે મામલતદારને આવેદન અપાયુ

જામજોધપુર યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસના ભાવો વધવા સામે તેમજ ખેડુતોને પોષણક્ષમ ભાવો આપવાની માંગ સાથે બળદગાડા રેલી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં કોંગી અગ્રણીઓ જોડાયા હતા.

જામજોધપુર યુથ કોંગ્રેસ પ્રમુખ મશરીભાઈ કંડોરીયાની આગેવાની હેઠળ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, જીઈબી કોંગ્રેસ યુવા અગ્રણી દિગુભા જાડેજા, જામજોધપુરના નગરપાલીકાના સદસ્ય અશોકભાઈ કાંજીયા, મુકેશભાઈ કડીવાર, તેમજ ચૂંટાયેલ સદસ્યો તાલુકાભરનાં કોંગ્રેસના હોદેદારો તેમજ ગ્રામ્ય પંથકના અગ્રણી હિતેષભાઈ જોષી, ગોવિંદભાઈ ધ્રાંગુ, રમેશભાઈ ડાંગર શહેર યુવા અગ્રણી અભય ડાંગર, સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શહેરના મીની બસ સ્ટેન્ડ ચોકથી મામલતદાર કચેરી સુધી બળદગાડામાં જઈ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં તેમજ ખેડુતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતુ

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.