એફઆરસી કમિટીની ઢીલી નીતીના કારણે બે વર્ષ બાદ પણ સ્કુલોની ફી જાહેર કરાઈ નથી: યુથ કોંગ્રેસ
રાજય સરકારે જે ૨૦૧૭માં ફી વિધાયક કર્યા પછી જે કમિટિની રચના કરવામાં આવી છે (એફઆરસી) જેનું કામ છે ઝડપથી સ્કુલોની ફી જાહેર કરવી પણ એફઆરસી કમિટીની ઢીલી નીતિના કારણે બે વર્ષ વિતી ગયા પણ સ્કુલોની ફી જાહેર કરવામાં આવી નથી અને સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોને છાવરતા હોય એવું અમને લાગી રહ્યું છે. પહેલા સ્કુલોના લીસ્ટમાં ૩૫ સ્કુલોની ફી જાહેર કરેલ ત્યારબાદ કોંગ્રેસની માંગણી પ્રમાણે એફઆરસી કમિટિ દ્વારા જાન્યુઆરીના છેલ્લા અઠવાડીયામાં ફી જાહેર કરી દેશું એવું મૌખિક બાંહેધરી આપેલ હતી પણ ફેબ્રુઆરીનું છેલ્લુ અઠવાડીયું પુરુ થવા જઈ રહ્યું છે ત્યારે પણ આ સ્કુલોની ફી જાહેર થઈ નથી.
એફઆરસી કમિટિ દ્વારા જે સ્કુલોની ફી વધારો આપવો હોય તો તેના માટે તેની સ્કુલના બિલ્ડીંગથી લઈ સ્કુલના અને ટ્રસ્ટના વહિવટી આંકડાઓ તેમજ ખર્ચ મુજબ સ્કુલોને ફી વધારો આપવાનો હોય પણ આ કમિટિ દ્વારા એક પણ હેતુમાં તપાસ થઈ નથી જેમ કે સ્કુલોના ટીચરોની શૈક્ષણિક માન્યતા શું છે ? કેટલા ટીચરો છે ? કેટલો નોન-ટીચીંગ સ્ટાફ છે ? સફાઈ કામદારો કેટલા છે ? ફાયર સેફટીના શું પગલા છે ? પાર્કિંગ વ્યવસ્થા છે ? ફર્સ્ટ એઈડ કીટની શી વ્યવસ્થા છે ? ટોયલેટ-બાથમ કયા પ્રકારના ચોકસાઈ પ્રમાણે સાફ-સફાઈ થાય છે ? આ બધાને કયા બેંક એકાઉન્ટમાં સેલેરી થાય છે ? તેમજ કેટલી સેલેરી દેવામાં આવે છે ? આવા અનેક પ્રકારના નાના-નાના માધ્યમની તપાસ કરીને એમને ચોકકસ વધારો થતો હોય તો જ દેવાનો હોય પણ આ કમિટિ દ્વારા સ્કુલોને છાવરવા માટે એકપણ સ્કુલનું નાણાકીય આવક અને જાવક અને ત્યાંના કર્મચારીઓની એક પણ નિવેદન લેવાની જહેમત ઉઠાવી નથી. માત્ર ને માત્ર કાગળ ઉપર આ કમિટિ ચાલી રહી છે જેને લઈને આજરોજ એફઆરસી કમિટિના સભ્યોનું બેસણું કેમ્પસમાં રાખી અને કોંગ્રેસ દ્વારા શોક મનાવવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં સ્કુલોને જો છાવરવાનું બને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવશે તેવી ચીમકી આપી હતી.
આ કાર્યક્રમની આગેવાની મુકેશભાઈ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહીલ, મુકુંદ ટાંક, નીલુ સોલંકી, બોની પટેલ, હરપાલસિંહ જાડેજા, રવિ જીતીયા, ઋતુરાજસિંહ જાડેજા, નેવીલ પટેલ, મંથન પટેલ, હર્ષદિપસિંહ રાયજાદા, વિશ્ર્વદિપસિંહ જાડેજા, દીપ ચોવટીયા, પ્રિયાંક પટેલ વિગેરે લોકો હાજર રહેલ.