ગુજરાતના 27 જિલ્લા અને 2700 કિ.મી. વિસ્તારને આવરી લેશે યાત્રા
યુવા કોંગ્રેસ દ્વારા આગામી 22મી સપ્ટેમ્બરથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી યુવા પરિવર્તન યાત્રાનો આરંભ કરવામાં આવશે જે રાજયના 27 જિલ્લા અને 2100 કિ.મી. વિસ્તારને આવરી લેશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે
ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે. જે પ્રકારે બેરોજગારી ગુજરાતની મુખ્ય સમસ્યા બની ગયી હોય ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આઠ વચન ની જાહેરાત કરી છે, તેને લઇ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ “યુવા પરિવર્તન યાત્રા”ના માધ્યમ થી યુવાઓના પ્રશ્નને વાચા આપશે. બેરોજગાર યુવાનો ને માસિક 3000 ભથ્થુ, યુવાનો ને 10 લાખ રોજગાર, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદીના વચન સાથે યુવાનો સાથે સંવાદ કરશે. “યુવા પરિવર્તન યાત્રા” દ્વારા ગુજરાત રાજ્યના 27 જિલ્લા અને 2100 કીમીનો પ્રવાસ કરવામાં આવશે.
યાત્રાનું પ્રસ્થાન તા. 22 ના રોજ અંબામાતાજીના દર્શન કરી અંબાજી મુકામેથી શરુ કરવામાં આવશે અને વિભિન્ન જિલ્લાઓમાં અલગ કાર્યક્રમો થકી ઉમરગામ પોંહચશે. બીજા તબક્કામાં સોમનાથ થી સુઈગામ સુધી “યુવા પરિવર્તન યાત્રા” દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં ખુબ મોટી સંખ્યામાં સંવાદ કરવામાં આવશે. આ યાત્રા દરમ્યાન જનસભાઓ, વિશાળ બાઈક રેલીઓ, તથા મશાલ રેલી દ્વારા ગુજરાતના યુવાનોને “યુવા પરિવર્તન યાત્રા” માં જોડી તેમની પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષે આપેલા બેરોજગારી ભથ્થા અને દસ લાખ રોજગારના સંકલ્પની વાત જનજન સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ “યુવા પરિવર્તન યાત્રા”ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 અને કેન્દ્રમાં 8 વર્ષના કુશાસન દરમ્યાન સૌથી મોટો વિશ્વાસઘાત ગુજરાતના યુવાનો સાથે થયો છે. “યુવા પરિવર્તન યાત્રા”નું પ્રસ્થાન અંબામાતાજીના દર્શન કરી અંબાજી થી શરૂઆત થવાની છે. તે યાત્રા દરમ્યાન અંદાજે ગુજરાતના 3 કરોડ લોકો સુધી ગુજરાતના યુવાનોના પ્રશ્નો અને આદરણીય શ્રી રાહુલ ગાંધીએ આપેલા વચનો પોહ્ચાડવાનું કામ યુવા કોંગ્રેસ કરશે. “યુવા પરિવર્તન યાત્રા”માં કેન્દ્રનું અને ગુજરાતનું શીર્શ નેતૃત્વ યુવાનોના પ્રશ્નોને વાચા આપવા યાત્રામાં જોડાશે. યુવા સંવાદ, બાઇક રેલી, કાર રેલી, મશાલ યાત્રાના માધ્યમથી જનસંપર્ક કરવામાં આવશે.