ધર્મથી વિમુખ થયેલને ધર્મની સન્મુખ લાવવાનું માધ્યમ છે શિબિર: રાષ્ટ્રસંત નમ્રમુની મ.સા.
આજના જેટ યુગમાં જીવી રહેલી અને હાઈસ્પીડમાં દોડી રહેલી યુવાપેઢી કોઈપણ ફિલ્ડમાં સકસેસ પામવાના સ્પીડી પ્રયત્નોમાં જયારે નિષ્ફળતા પામીને નિરાશા અને હતાશામાં સરી રહી છે ત્યારે હ્યુમન સાઈકોલોજીના જાણકાર રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ યુવા શિબિરના માધ્યમે હજારો યુવાનોની લાઈફને પોઝીટીવીટી તરફ દોરી જતું અનન્ય માર્ગદર્શન આપીને એમનું જીવન પરિવર્તન કરી રહ્યા છે. મુંબઈ, ચેન્નઈ, કોલકતા, ગુજરાત અને અમદાવાદના હજારો યુવાનોનું જીવન પરિવર્તન કરી દેનારી આવી જ યુવા શિબિરનું આયોજન રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે તા.૫ને રવિવારે સવારના ૯:૩૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં કેટલા ભવો કર્યા છે, કેવા ભવો કર્યા છે એ રિયલાઈઝ કરાવતી યુવા શિબિરનું આયોજન રવિવારે કરવામાં આવ્યું છે. અમુલ્ય એવો આ માનવભવ મળ્યો છે તો એને સાર્થક કેવી રીતે કરવો ? સફળતામાં અહંકાર ન આવે અને નિષ્ફળતામાં આઘાત ન લાગે તેના માટે શું કરવું, માનવ જીવનને સફળ અને સાર્થક બનાવવા માટેના અનેક વિષયોને આવરિત કરવામાં આવશે.
પૂ.રાષ્ટ્રસંતની યુવા શિબિર એટલે મનને ઓપન કરવાનું માધ્યમ શિબિરના આયોજન પાછળ વિઝનરી વ્યકિતત્વનાં ધારક રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો હેતુ એક જ છે, યુવા શકિતને સત્યનું રીયલાઈઝ કરાવી એવા ભવિષ્યનું સર્જન કરવું છે. જેમાં આજનો યુવા વર્ગ જ્ઞાન અને સમજની સાથે પરિવાર પ્રેમ અને પરમાત્મા પ્રેમથી સમૃદ્ધ બની આદર્શ વ્યકિતત્વનાં ધારક બને !
કપલ શિબિર, ડિવાઈન કનેકશન શિબિર, યુવા શિબિર, ખોજ શિબિર, સિક્રેટ ઓફ સકસેસ શિબિર, ડેસ્ટીની ડિઝાઈનીંગ શિબિર આવી અનેક પ્રકારની શિબિરોમાં થયેલા અદભુત અનુભવોને વર્ણવતા પ્રાચી શાહનું કહેવું છે કે ગુરુદેવની આપેલ સમજથી મારું જીવન જાણે સમજણના રંગોથી પુરાઈ ગયું છે તો વળી મહિમા ઉદાણી રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવને થેંકયુ કહેતા કહે છે કે શિબિર અટેન્ડ કર્યા પછી મારામાં આવેલો ચેન્જ બધા માટે સરપ્રાઈઝ છે. હવે માત્ર બીજા જ નહીં, હું પોતે પણ મને સારી રીતે સમજી શકુ છું. ૧૭ વર્ષના લાંબા સમય પછી પાંચ પાંચ રવિવાર સુધી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના સાનિઘ્યે આયોજીત યુવા શિબિરનો અમુલ્ય લાભ જયારે સદભાગ્યથી રાજકોટના યંગસ્ટર્સને મળી રહ્યો છે ત્યારે આ અમુલ્ય તકને વેડફી ન દેતા જીવનની સાચી દિશા પામવા માટે રવિવારથી શ‚ થનારી પ્રથમ યુવા શિબિરમાં જોડાવવા માટે રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રય તરફથી રાજકોટના દરેક યંગસ્ટર્સને અનુરોધ કરવામાં આવ્યો છે.
શિબિરનાં ફોર્મ શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા ઓમાનવાલા ઉપાશ્રય તેમજ www. parasdham.org પરથી પ્રાપ્ત થઈ શકશે.