ભારત છોડો આંદોલનની ૭પમી વર્ષગાંઠ નિમિતે આયોજન વિશાળ સંખ્યામાં યુવા ભાજપ અગ્રણીઓ જોડાયા
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ભારત છોડો આંદોલનને ૭પ વર્ષ પૂર્ણ થતા શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ યુવા ભાજપ દ્વારા શહેરની છત્રપતિ શિવાજીની પ્રતિમાથી શરુ કરી બહુમાળી પાસે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સુધી કાર્યકર્તાની વિશાળ સંખ્યામાં મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું.
મશાલ સરઘસમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડો. જૈમન ઉપાઘ્યાય, મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નેહલ શુકલની વિશેષ ઉ૫સ્થિતિ રહી હતી. સરઘસમાં શહેર યુવા ભાજપના પ૦૦ થી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા.
મશાલ સરઘસમાં શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ તેમજ મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ શહેર યુવા ભાજપના હોદેદારો અમીત બોરીચા, હિતેષ મારુ, સર્વેશ્ર્વર ચૌહાણ, કુલદીપસિહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, કીશન ટીલવા, હિરેન રાવલ તેમજ પરેશ સખીયા, નાગજીભાઇ વરુ, અશ્ર્વીન પાણખાણીયા, ભાવેશ ટોયટા, આનંદ મકવાણા, ઉદય ચૌહાણ, બ્રીજરાજસિંહ જાડેજા, પરાગ કોટક, રવિ ન્યાલાણી, ચંદ્રેશ ભંડેરી, અજલ લોખીલ, હિતેશ ગોહેલ, હેમાંગ પીપળીયા, હાર્દીક કુંગશીયા, જયશે ભાનુશાળી, મીલન લીબાસીયા અને જીતુભાઇ ઝાપડીયા સહીતના જોડાયા હતા.