ભારતીય જનતાના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમોના સંદર્ભમાં પ્રદેશ ટીમ, પ્રદેશના હોદેદારો, જીલ્લાના પ્રભારી, સહપ્રભારી, જીલ્લાના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, ભાજપા યુવા મોરચા દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ દરેક જીલ્લાઓમાં મેડલ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે સ્વામિ વિવેકાનંદજીની પ્રતિમા પુજનનો કાર્યક્રમ યોજાશે. આગામી ૧૨ થી ૨૭ જાન્યુઆરી દરમ્યાન દરેક જીલ્લાઓની શાળાઓમાં નેશન વીથ નમો વિષય ઉપર નિબંધ લેખન કાર્યક્રમ યોજાશે અને તારીખ ૨૭ જાન્યુઆરીએ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે.
તા.૧૨ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન નેશન વીથ નમો વોલેન્ટીયર નેટવર્ક કાર્યક્રમ જેમાં ટોલ ફ્રી નંબર જાહેર કરી મીસ્ડકોલના માધ્યમથી નવા યુવાનોને જોડવાનું કાર્ય હાથ ધરાશે. સાથે સાથે યુથ યુવા આઈકોન નેટવર્ક, કેમ્પસ એમ્બેસેડર નેટવર્ક, પહલા વોટ મોદી કો સંકલ્પ અભિયાન અને યુથ પાર્લામેન્ટ જેવા વિવિધ કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી જોડાયેલા નવા યુવાનોનું જીલ્લા સંમેલન યોજવામાં આવશે.
તા.૧૧, ૧૨, ૧૩ જાન્યુઆરી દરમ્યાન સેવા વસ્તીઓમાં પતંગ વિતરણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ તારીખ ૨૭ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ઓનલાઈન બ્લોગર્સ મીટ કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા તજજ્ઞો અને અગ્રણીઓનું સંમેલન યોજાશે. તા. ૨૩ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.