વાહન પાર્કિંગના મુદ્દે યુવાન પર હુમલો: પેટ્રોલ પંપના સંચાલક સહિત 4 સામે ફરિયાદ
જામનગર શહેર અને સિક્કામાં મારામારીના બે બનાવો બન્યા છે, અને બે યુવાનો ઘાયલ થયા છે. જામનગરના ખોજા ગેઇટ વિસ્તારમાં જૂની અદાલતના કારણે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો છે, જયારે સિક્કા પાટિયા નજીક વાહન પાર્કિંગના મુદ્દે પેટ્રોલ પંપ ના સંચાલક સહિતના ચાર શખ્સોએ એક વેપારી યુવાનને માર માર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે .
જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા યાસીન ઇનાયતભાઈ કુરેશી નામના 30 વર્ષના યુવાને જુની અદાવત નો ખાર રાખીને પોતાના ઉપર લોખંડ અને પ્લાસ્ટિકના પાઈપ પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા હાજી સુલતાન સુમરા, અબ્દુલ, મુસ્તાક, અને કાળો નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. સીટી એ. ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
મારામારી નો બીજો બનાવ સિક્કા પાટીયા પાસે બન્યો હતો. જ્યાં એક ચાની હોટલ પાસે ગાડી પાર્ક કરીને ઉભેલા ટ્રાન્સપોર્ટ ના ધંધાથી જાફરભાઈ યુસુફભાઈ(37 વર્ષ)કે જેના ઉપર મહેશભાઈ મોગલ પેટ્રોલ પંપ વાળા તથા તેના ત્રણ ન
સાગરીતો એ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે, જ્યારે યુવાનને હાથમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે? સમગ્ર બનાવ મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.