ડિજિટલ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે.ત્યારે ફરી એક ઘટના સામે આવી છે.જેમાં એક યુવક લીલુ કઢાવવા માટે ભુવા પાસે ગયો હતો જેમાં ભુવા એ તેની પાસેથી મટન, દારૂ, કુંવારી છોકરી માંગી 8 લાખ પડાવયાનો યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં ભુવા એ પણ આક્ષેપોને વખોડી યુવક પર માન હાનીનો દાવો કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જેથી હાલ એ ડિવિઝન પોલીસે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.વિગતો મુજબ મનહર પ્લોટમાં રહેતા મનીષભાઈ જસવંતરાય લોટીયા ઉ.47એ અમીન માર્ગ પર રહેતા અરૂણભાઈ સાપરિયા ઉર્ફે ગુરૂજી નામના ભૂવા વિરુદ્ધ પોલીસ કમિશનરમાં અરજી કરી છે.
ભૂવાએ આક્ષેપોને વખોડી યુવક પર માનહાનીનો દાવો કરવાની ચીમકી ઉચારી : એ ડિવિઝન પોલીસે અરજી આધારે તપાસ હાથધરી
અરજીમાં જણાવ્યું હતું કે પારિવારિક મુશ્કેલી આવતા આરોપીનો સંપર્ક કરતા તેણે અમાસ પૂનમએ વિધિ કરવાનું કહી 40 હજાર, દારૂની બોટલ, કાચું મટન માંગ્યું હતું 40 હજાર અને મટન આપ્યા હતા અને દારૂની બોટલના રોકડા દીધા હતા કટકે કટકે સાતથી આંઠ લાખ રોકડા, કાંડા ઘડિયાળ, 10ની જૂની નોટોનું બંડલ, આપ્યા છે કામ અંગે પૂછતાં સ્મશાને લઇ જઈ વિધિમાં મોટો ખર્ચ કરાવ્યો હતો પછી તમારૂ નડતર ખુબ ઊંડું છે કહી દોઢ લાખ પડાવ્યા હતા પછી તમારું કામ અઘરું છે કહી બે લાખ, દારૂ, મટન અને કુવારી છોકરી માંગતા શંકા જતા તપાસ કરતા આ શખસ માનસિક વિકૃત હોય અને ભોળા લોકોને ફ્સાવી પૈસા પડાવતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી મેં પૈસા પરત માંગતા પૈસા ભૂલી જજે, મારી પહોચ પોલીસમાં છે,
તને જાનથી મરાવી નાખીશ, તને જેલના સળીયા પાછળ ધકેલી દઈશ કહી ફ્લાકા ઝીકી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવતા એડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.જ્યારે આ મામલે ભુવા એ પણ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે યુવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદન ખોટા છે. અને તે ભુવાની છબીને ખરડાવી રહ્યો છે. જેથી ભુવાએ આ યુવક પર માનહાનીનો દવો કરવાની ચીમકી આપી છે.જેથી હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા જે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.