દેશ આવતીકાલે એક મહત્વના મતદાન ભણી જઇ રહ્યું છે અને તે સમયે આપણી રાષ્ટ્રીય ફરજ સમાન દરેક નાગરિક મતદાન કરવાનું ચૂંકશે નહી. તેવો મને વિશ્વાસ છે. આવતીકાલના મતદાન પૂર્વે મારે ગુજરાતના મતદારોને એક જ સંદેશ આપવાનો છે કે તમારૂ મતદાન સૌરાષ્ટ્ર અને ગુજરાતને વિકાસની નવી દિશા ભણી લઇ જાય તે બની રહેવું જોઇએ. છેલ્લા ૧પ વર્ષથી વધુ સમયમાં આપણે ગુજરાતમાં અને દિલ્હીમાં નરેન્દ્રભાઇ મોદીનું શાસન જોયું છે. ગુજરાત આજે વિકાસની ઉંચી હરોળમાં બેઠુ છે તેના માટે નરેન્દ્રભાઇએ જે કર્યુ છે.
તે આપણે સૌએ જોયું છે અને તેના ફળ પણ મેળવ્યા છે. તો છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં એનડીએ શાસનનું નેતૃત્વ કરતા નરેન્દ્રભાઇએ રાષ્ટ્રની ચિંતા કરવાની સાથે ગુજરાતની પણ વિશેષ ચિંતા કરી છે તે પણ આપણે અનુભવ્યું છે. કોંગ્રેસ શાસનમાં હંમેશા ગુજરાત એક ઓરમાયુ રાજય ગણાતું હતું પછી તે નર્મદાબંધની ઉંચાઇનો પ્રશ્નહોય કે માળખાકીય સુવિધાઓ આપવાનો મુદ્દો હોય, ગુજરાતને હંમેશા અન્યાય થયો છે. પરંતુ પાંચ વર્ષમાં આપણે તેમાંથી બહાર આવી ગયા છીએ અને આ સ્થિતિએ આપણા માટે ગુજરાતની પ્રગતીનો એક ધોરી માર્ગ બન્યો છે. તે ટ્રેક ઉપરથી ગુજરાત ઉતરે નહી તે આપણે જોવાનું છે.
વિજયભાઈ રૂપાણીએ એક જ પ્રશ્ન પૂછયો હતો કે આ આજના સમયમાં આજના સમયમાં દેશને નીડર સક્ષમ અને અને તમામ તમામ ને સાથે લઇ ચાલે તેવા નેતૃત્વમાં નરેન્દ્રભાઈ સિવાય કોઈ નેતા છે. પઠાણકોટ હુમલા બાદ પાકિસ્તાન કબજાના કશ્મીરમાં ઘુસીને ભારતીય સેનાએ ત્રાસવાદી કેમ્પ નો સફાયો કર્યો તો પણ પાક સુધર્યું નહીં અને પુલવામાં હુમલો થયો તો પાકિસ્તાનમાં ઘૂસીને આપણા એરફોર્સના લડાયક વિમાન બાલાકોટ ને કબ્રસ્તાન બનાવી દીધો અને તમામ વિમાનો સલામત પરત આવ્યા સૈન્યની આ બહાદુરી પાછળ દેશનું નેતૃત્વ છે અને તે છે નરેન્દ્ર મોદીનું, ૨૦૦૮માં મુંબઈ હુમલામાં કેન્દ્રની મનમોહન સરકાર હતી પાકિસ્તાન ભણી એક બુલેટ પણ દાગવામાં આવી નહીં એ જ સૈન્ય હતું એ જ બહાદુર જવાનો હતા એ જ લડાયક વિમાનો હતા.
પરંતુ રાજકીય નેતૃત્વ નબળું હતું તુષ્ટિકરણની રાજનીતિ ની સરકાર હતી પાકિસ્તાન પર હુમલો કરીને તે દેશની તેની વોટબેંકને નારાજ કરવા માગતી ન હતી આપણે આ સમજવાનું છે કે શા માટે દેશ માટે મોદી જરૂરી છે. રૂપાણી અપીલમાં વિપક્ષી નેતાઓને સીધો પ્રશ્ર્ન કરતાં કહ્યું કે કોણ છે તેનો ચહેરો, શું આ દેશને રોજ બદલતા વડાપ્રધાનના હાથમાં સોંપવાનો છે શું આજની સ્થિરતાને બદલે અસ્થિરતા ભણી દેશને ધકેલવાનો છે કે રોજ કોંગ્રેસની દયાપરના વડાપ્રધાન હોય, ચંદ્રશેખરથી લઇ ચૌધરી ચરણસિંહ, દેવગોડા અને આઈ.કે.ગુજરાલ સરકાર આપણે જોઈ છે.
મનમોહન સરકારના ૧૦ વર્ષ જોયા છે અને તેની સામે મોદીના નેતૃત્વની સ્થિર નિર્ણાયક અને શક્તિશાળી સરકાર પણ આપણી સામે છે શું આપણે હવે એ દિવસો પરત લાવવાના છે કે જ્યારે દેશ નબળી સરકારના હાથમાં હોય, તેવો પ્રશ્ન પૂછતા શ્રી રૂપાણીએ કહ્યું કે આપણે ગુજરાતમાં ૧૧ વર્ષ નરેન્દ્રભાઈનું શાસન જોયું છે સતત ત્રણ ચૂંટણીમાં જન ચુકાદો મેળવનાર તેઓ ગુજરાતના એકમાત્ર મુખ્યમંત્રી બની રહ્યા હતા.
આ સમયે નર્મદા બંધની ઊંચાઇ વધારવા માટે ઉપવાસ કરનાર પણ તેઓ એકમાત્ર મુખ્યમંત્રી હતા ગુજરાતની ક્રૂડતેલ રોયલ્ટીમાં થતા અન્યાય સામે લડત આપનાર નરેન્દ્રભાઈ હતા અને ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર ભાઈ નું નેતૃત્વ દેશે સ્વીકાર્યું તો પણ પૂર્ણ બહુમતી સાથે ની બીન કોંગ્રેસ સરકાર રચના કરનાર તેઓ દેશના પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન બની ગયા આ નરેન્દ્રભાઈ જ્યારે ફરી એકવાર ગુજરાતમાં લોકસભા માટે મત મત માંગતા હોય તો આપણી ફરજ બને છે કે તેમને મજબૂત કરવા માટે આપણે મતદાન કરીએ અને કમળ તરફી મતદાન કરીએ. સૌરાષ્ટ્રને પણ પાણીના શ્રાપમાંથી મુક્તિ આપતી સૌની યોજના ભગીરથ નરેન્દ્રભાઈ મોદી છે.
જેના કારણે ઉનાળામાં પણ આપણે ટેન્કર પણ નિર્ભર રહ્યા નથી સૌરાષ્ટ્રના ૧૦૫ ડેમોમાં જ્યારે આગામી સમયમાં નર્મદાના નીર પહોંચશે તો વિચારો આપણા ગામડા આપણા શહેરોપરનો નપાણીયા નો લુણો હટી જશે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા તો એ સૌરાષ્ટ્રની ચિંતા કરતા હતા અને આજે દિલ્હીમાં છે તો પણ આપણી ચિંતા કરે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની આજે આપણે કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડી શકીએ છીએ તેના માટે ડેમમાં ઊંચાઈ વધારવા અને દરવાજા મુકવા માટે નરેન્દ્રભાઈએ લડત આપી હતી કોંગ્રેસના શાસનમાં એઇમ્સ દિલ્હી બાદ તે પણ રાજકોટમાં હોય તે કલ્પી શકાતું ન હતું નરેન્દ્રભાઈએ દેશમાં પાંચ વર્ષમાં ૧૨ નવી એઇમ્સ આપી અને તેમાં સૌરાષ્ટ્ર માટે રાજકોટની એઇમ્સ છે.
પાકિસ્તાનને ડર છે કે આ માણસ કેમ ભારતનો વડાપ્રધાન બની ગયો જે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી શકે છે તે બીજું શું ન કરી શકે મોદીથી મસૂદ ફફડે છે તો માલ્યા પણ ફફડે છે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ મસૂદ તેના દરમાં છુપાઈ ગયો હતો તો ભારતીય બેન્કો નાણાં લઈને ભાગી છૂટેલો માલ્યા પણ મારા પૈસા લઈ લ્યો તેવી આજીજી કરે છે તે દર્શાવે છે કે મોદી છે તો દેશ સલામત છે મોદી છે, તો ભારતીય બેન્કો સલામત જ છે, ફક્ત માલ્યા જ નહીં આગામી દિવસોમાં નીરવ મોદી અને બીજા ડિફોલ્ટર પણ પગે પડતા આવશે તે દિવસો દૂર નથી.
દેશ સાથેની ગદ્દારી કરનાર દેશ સાથે છેતરપિંડી કરનાર કોઈ સલામત નથી તે સંદેશ મોદી સિવાય બીજું કોણ આપી શકે અને અને મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ સ્વીકાર્યું છે હાલમાં જ ઇસ્લામિક દેશોની પરિષદમાં ૫૫ દેશોએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો તે મોદીનો જ ખોફ છે અને તે જરૂરી પણ છે કોંગ્રેસ શાસનમાં એવું હતું કે અમેરિકન ઘઉં ભારતીયોને ખવડાવીને ગરીબી હટાવોના નારા લગાવતા હતા તે ભારત ને મોદી અમેરિકા ગયા દેશ ટટ્ટાર ઊભો રાખે છે. કોણ છે વિપક્ષમાં આ મુકાબલો કરનાર એક પણ એવા નેતા બતાવો જે પાકિસ્તાનને ખબરદાર કહી શકે બિન્દાસ રીતે કહી શકે કે હવે વધુ એક હુમલો તમારા માટે તબાહી સર્જશે આપણે આ વિચારીને આવતીકાલના મતદાનમાં મોદી સરકારને ફરી ચૂંટવાની છે.
૨૩ એપ્રિલે અવશ્ય-અચૂક મતદાન કરીને ભાજપના ઉમેદવારોને વિજય અપાવી ’સબકા સાથ, સબકા વિકાસ’નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અનોખું સપનું મજબૂતપણે સાકાર કરવા મતદાતાઓને આગ્રહભર્યો અનુરોધ કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, કેન્દ્રમાં પાંચ વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ૨૨થી વધુ વર્ષથી ભાજપની સરકાર છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે. સુશાસન તેમજ સુરાજ્યના વિઝન અને મિશનથી આગળ વધી રહેલ ભારતીય જનતા પક્ષ સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠકો પરથી ભવ્ય જીત હાંસલ કરશે તથા ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠકો સહિત ભારતભરમાં ૪૦૦ બેઠકો પરથી કેસરિયો લહેરાશે.
છેલ્લા સાત દાયકા દરમિયાન જ્યાં-જ્યાં કોંગ્રેસે સત્તા મેળવી છે અને શાસન કર્યું છે ત્યાં-ત્યાં દરેક જગ્યાએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો છે અને આતકવાદને પ્રોત્સાહન આપ્યું છે. નહેરુ-ગાંધી પરિવારે ક્યારેય પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરી નથી અને ૬૦ વર્ષથી માત્ર ગરીબી હટાવવાની પાયાવિહોણી વાતો જ કરી છે. આવી નખશીખ ભ્રષ્ટ કોંગ્રેસને વધુ એકવખત તેનું સ્થાન બતાવી દેવાનો અને ભાજપનાં પ્રજાલક્ષી કાર્યોને કમળનું બટન દબાવી વધાવી લેવાનો આ અમૂલ્ય અવસર છે એવું જણાવ્યું છે.