છી…છી…છી…
બાળકો સહિત મોટાભાગના લોકો ટીવીના રીમોટને સ્વચ્છ રાખવાથી દુર
સમગ્ર વિશ્ર્વમાં લોકો અને ઉપકરણોનો ઉપયોગ કરતા નજરે પડે છે પરંતુ જે કોઈ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે તેનો ઉપયોગ માનવ શરીર માટે કેટલાઅંશે લાભદાયી છે તે લોકોને ખ્યાલ રહેતો નથી. બીજી તરફ આ તમામ ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો વિચાર પણ માનવ દ્વારા કરવામાં આવતો ન હોવાથી તેઓને ઘણી ખરી શારીરિક તકલીફોનો સામનો પણ કરવો પડે છે પરંતુ એક વિશેષ અભ્યાસ મારફતે એ વાતની સ્પષ્ટતા થઈ છે કે મહતમ લોકો કે જેઓ ટીવી રીમોટ હાથમાં રાખે છે તે અત્યંત ગંદુ થતું હોય છે. સર્વેમાં એ વાતનું પણ તારણ સામે આવ્યું છે કે ટીવીનું રીમોટ લેટ્રીન કરતા પણ અનેકગણુ ગંદુ હોય છે ત્યારે સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે લેટ્રીન કરતા ટીવીનું રીમોટ ૨૦ ગણુ ગંદુ હોવાનું પણ સામે આવ્યું છે. ટીવી રીમોટ ઉપર હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે ટોઈલેટ સીટ ઉપર ૧૨.૪ કોલોની ફોર્મીંગ યુનિટસ જોવા મળે છે જે અત્યંત હળવું મોડ કહી શકાય પરંતુ જે રીતે ટીવી રીમોટનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે તેની સાફ સફાઈ કરવા બદલ તેનો ઉપયોગ શરીર માટે હાનિકારક સાબિત થતો હોય છે. જે રીતે યોગ્ય સફાઈ કરવામાં આવી જોઈએ તે રીતે રીમોટની સફાઈ ન થતા ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થતા નજરે પડે છે. મુખ્યત્વે ટીવી રીમોટની સાથોસાથ બેડરૂમ કાર્પેટ, લીવીંગ રૂમ કાર્પેટ, ડસ્ટબીન સહિત એવી અનેક ચીજ વસ્તુઓ છે કે જયાં ગંદકી વધુ પ્રમાણમાં જોવા મળે છે અને મનુષ્યને તેનાથી ઘણી તકલીફોનો પણ સામનો કરવો પડતો હોય છે.
- લેટ્રીનની સરખામણીમાં ટીવી રીમોટમાં બેકટેરીયા તથા મોલ્ડનું પ્રમાણ અત્યંત વધુ: સર્વે
ડેલ ગીલીસ્પી નામક સર્વે કરતા વ્યકિતએ જણાવ્યું હતું કે, તેમની અધ્યક્ષતામાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં આઘાતજનક રીસર્ચ પરીણામ સામે આવ્યા છે જેમાં ટીવી રીમોટમાં બેકટેરીયા, ઈસ્ટ અને મોલ્ડનું પ્રમાણ ટોઈલેટની સરખામણીમાં અનેકગણા અંશે વધુ જોવા મળ્યું છે જે આશ્ર્ચર્ય ઉદભવિત કરે છે. એક તરફ વિશ્ર્વ આખુ સ્વચ્છતા પાછળ દોડ મુકી રહ્યું છે ત્યારે ઘરને જે રીતે સુરક્ષિત અને સ્વચ્છ રાખવું જોઈએ તેમાં ઘણી ઉણપ જોવા મળે છે ત્યારે સ્વચ્છતાની વાત આવે તો ટીવી રીમોટની ભારોભાર અવગણના કરવામાં આવે છે. રીમોટ એવી વસ્તુ છે કે જે બાળકો સહિત મોટાભાગના લોકો દરરોજ તેને હાથમાં લ્યે છે અને રીમોટ એટલા અંશે ગંદુ જોવા મળે છે તે અત્યંત આઘાતજનક છે ત્યારે દરેક લોકોએ હવેથી રીમોટને ચોખ્ખુ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.