હિતેશ રાવલ,સાબરકાંઠા: ગુજરાતના ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના ડુંગરાડા ગામેથી એક માનસિક અસ્વસ્થ છોકરી ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારના લોકોને આ વાતની ખબર પડતા તેને આસપાસ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ છોકરીની કઈ ભાળ ના મળતા તેને આખરે પોલીસનો સહારો લીધો.
એ ઘટનાને અંદાજિત ચાર માસ જેટલો સમય વીતી ગયો. એક દિવસ અચાનક હિંમતનગરથી ફોન આવ્યો કે તેમનો છોકરી અહીં સહી-સલામત છે. આ વાતની જાણ થતા પરિવારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાય ગયો. પરિવારના લોકોને સમાચાર મળતા જ તે ગણતરીના કલાકોમાં છોકરીને પાછી લેવા પોહચી ગયા.
CUTE અભિનેત્રી યામી ગૌતમની લગ્નની તસવીરો સામે આવી, કંઇક આવું હતું પ્લાનિંગ
છોકરી ફરતા ફરતા વિજયનગરના અંતરીયાળ વિસ્તારમાં પંહોચી ગયેલ હતી. છોકરીને જોઈ ત્યાંના સ્થાનિક વ્યક્તિએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન પર ફોન કર્યો. અભયમની ટીમે સ્થળ પર પંહોચી અને છોકરીને હિંમતનગર ખાતે લાવી. જયાં તેમનું કાઉંસેલીંગ કરતા તે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ડુંગરડા ગામની હોવાનું જાણવા મળ્યું. જેના આધારે ટીમે તેના આપેલ સરનામા પર પરિવારની શોધ કરી તેનો સંપર્ક કર્યો.
પરિવારને માહિતી મળતા જ છોકરીને લેવા માટે તેનો પરિવાર અને બીજા સાગા સંબધીઓ આવી પહોચ્યાં હતા. પરિવારે છોકરીને પાંચ ઘરે લઈ જતા અભયમ ટીમનો આભાર માન્યો હતો.