હાલ ઘર બેઠા દરેક વ્યક્તિ કઈક નવી-નવી વસ્તુ તેમજ પ્રવૃતિ કરતાં હોય છે. ત્યારે કાલે એટલે કે દરેક મમ્મીને ખાસ કરીને આભારની અભિવ્યક્તિ માટેનો એક ખાસ દિવસ છે.એટલે કે મધર્સ ડે છે.તો દરેક્ બાળક હાલ આ લોકડાઉનમા બહાર કઈ ખરીદી કરવા જઈ શકતા નથી.પણ ત્યારે ઘરે બેઠા અનેક નવા-નવા કાર્ડ બનાવવા માંગતા હોય છે.તો આજે બાળકો માટે કાર્ડ બનાવાની અનેક રીતે રજૂ કરવાના છીએ. જેમાં તમે તમારી મમ્મીને તમારી કળા સાથે તમારા શબ્દોમા સુંદર રીતથી રજૂ કરી શકશો.
કાગળના ફૂલનું કાર્ડ
- એક કોરો કાગળ
- જૂના કાર્ડ
- ગ્લૂ સ્ટિક
- મમ્મી અને સંતાનનો એક ફોટો
- કાતર
- સેલોટેપ
- સ્ટ્રો
- પેન્સિલ
આ કાર્ડ બનાવવાની રીત:-
- સૌ પ્રથમ કાગળમા ફૂલો દોરી અને તેને કાતરથી કાપો.
- ત્યારબાદ જે ફૂલો કાપ્યા હોય તેના માપ અનુસાર સ્ટ્રો પણ કાપો.
- આટલું થયા બાદ તમારા ફોટો તે ફૂલોમા લગાવો અને અમુક ફૂલોમા તમારા મમ્મી માટે ખાસ શબ્દોથી લખો.
- આ પડેલા જૂના કાર્ડને પોતાના મન ગમતાં રંગોથી રંગો તેને સુકાવા દયો.
- તમારા મન ગમતાં ફોટોમાથી ખાલી મોઢા રહે તેટલું રાખો.
- આ બધુ થયા બાદ આ તૈયાર કરેલ વસ્તુ તમામ વસ્તુ એ જૂના રંગાયેલા કાર્ડ પર તમામ ફૂલ તેમજ સ્ટ્રોને તમારી રીતે ગોઠવી અને તેને ગ્લૂથી લગાવો અને સુંદર મજાનું કાર્ડ તૈયાર.
- મમ્મી પાસે જાવ અને કહો મમ્મી સરપ્રાઇસ અને આપો આપની કળાથી બનેલો એક નમૂનો ભેટ આપો.
દિલ સે દિલ મિલા કાર્ડ
આ કાર્ડ તમારા મમ્મી માટે ખાસ બનાવો. કારણ આ કાર્ડનું નામ ખૂબ અલગ છે સાથે એવું કહેવાય છે કે માતા અને સંતાનનો એક ખાસ દિલથી દિલનું કનેક્શન હોય છે.
આ કાર્ડ બનાવવા માટે મુખ્ય સામગ્રી :-
- જૂના પડેલા કાર્ડ
- પેન તેમજ સ્કેચપેન
- ક્લિપ બોર્ડ પિન
- કલરફૂલ સેલોટેપ
- પંચિંગ મશીન
આ કાર્ડ બનાવની રીત :-
- સૌ પ્રથમ પડેલા જૂના કાર્ડ વિવિધ રંગોથી રંગો.
- ત્યારબાદ તેને કાતરથી દિલના આકારમા કાપો.
- આટલું થયા બાદ તે દરેક દિલના આકારના કટકા મા નીચે ક્લિપબોર્ડની પિન ભરવો અને તેને ધીમે-ધીમે વાંચી શકાય તે રીતથી બધા દિલના આકારને ગોઠવો.
- સાથે દરેક દિલના આકાર પર વચ્ચે તમારો પ્રિય મેસેજ તમારા મમ્મી માટે લખો અને તેના પર રંગીન સેલોટેપ લગાડી તેને વિશેષ રીતે લખો.
- આ બધુ થયા બાદ તમારા મમ્મીને આ સુંદર કાર્ડ આપો અને દિલ સે દિલ મિલા કાર્ડ તૈયાર છે. મમ્મીને આપી અને તેમણે મધર્સ ડેને ખાસ બનાવો.