એન્ડ્રોઇડ ફોનમાં આપણે ઘણી બધી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોય છીએ જેમાં ઘણી બધી એવી એપ્લીકેશન છે જેને ઇનસ્ટોલ કરવાથી તમે તમારા ફોનને અજાણતા જ જાતે બગાડી રહ્યા છો. ઘણી એપ જરુરી ફંક્શન પુરા કરવાના બહાને ધરાવતી હોય છે અને ત્યારબાદ ફોનમાં અનેક રીતે નુકશાન પહોંચડતી હોય છે જો તમારા મોબાઇલમાં પણ આવી એપ્લીકેશન હોય તો તેને અંદર જ ડીલીટ કરો. આજે હું તમને એવી એપ્લીકેશન વિશે જણાવીશ કે તેને ફોનમાં રાખવાથી ફોન ડેમેજ થઇ શકે છે.
– ક્લીન ઇન : ઘણી વખત લોકો ક્લીન માસ્ટર એપનો ઉપયોગ કરતા હોય છે તેમને બુસ્ટરથી ડેટા અને વધારાની ફાઇલ્સ ડીલીટ થઇ જાય છે તેવો વહેમ હોય છે. પરંતુ ક્લીન માસ્ટર એપ તમારા મોબાઇલની બેટરીને ધીમી પાડી દે છે. તેમજ ફોનમાં વધુ બેટરી ઉપડવા લાગે છે અને વારંવાર બેટરી ચાર્જ કરવાની તકલીફ થાય છે.
– એન્ટીવાઇરસ એપ : વધારાની મેમરી ભરવા સિવાય એન્ટી વાયરસ એપને કોઇપણ કામ નથી જો તમે ગુગલ પ્લે સિવાય અન્ય એપથી કોઇ પણ ફાઇલ ડાઉનલોડ કરતા હોય તો આ એપથી ફાઇલની સાથે સાથે વાયરસ પણ ફોનમાં ઘર કરી જાય છે.
– યુસી બ્રાઉઝર : યુસી બ્રાઉઝર ભારતમાં ઉપયોગ થતી સૌથી પોપ્યુલર એપ છે જે ફાસ્ટ બ્રાઉઝરનું દાવો કરે છે અને તેની સાથે સાથે ફોનની સીસ્ટમને પણ ધીમુ પાડે છે. ફાસ્ટ બ્રાઉઝિંગના કારણે ઘણી બધી સાઇટ મોબાઇલમાં બની જતી હોય છે. ત્યાર બાદ ફોન હેંગ થવા લાગે છે. યુસી બ્રાઉઝર એપમાં પ્રાયવસી લીક થવાની પણ ફરિયાદ મળી આવી છે. યુસી પોતાની નીઝી સુવિધા માટે તમારી મોબાઇલની હાલત ખરાબ કરી શકે છે.
– ફ્લેશ લાઇટ એપ : ફ્લેશ લાઇટ એપ્લીકેશનથી મોબાઇલ અણધાર્યા વાયરસ આવી જતા હોય છે આ એપ્લીકેશન તમારી બેટરીનો તો ઉપયોગ કરતી જ હોય છે પરંતુ આનાથી તમારે વારંવાર ફોન ચાર્જ કરવો પડતો હોય છે. માટે ફ્લેશ લાઇટ એપને અત્યારે જ અનઇનસ્ટોલ કરવું હિતાવહ છે. આ ઉ૫રાંત કોલ રેકોર્ડર, કોલ રેકોર્ડર પ્રો, ફ્રી વાઇફાઇ સ્કેનર, રીયલ ટાઇમ મોનિંટરીંગ જેવી એપ્લીકેશનથી મોબાઇલ હેંગ થઇ જાય છે.
– વી ચેટ અને શેર ઇટ એપ્લીકેશન પણ તમારા ખાનગી ડેટાને લીક કરી શકે છે. સાઇબર ક્રાઇમ ભારત સરકારની નજરમાં શેર ઇટ જેવી એપ્લીકેશન છે જે મોબાઇલ અણધાર્યા વાયરસને પ્રવેશ આપે છે.