દરેક ખાસ દિવસની ઉજવણી કોઈ વિશેષ રૂપમાં થકી કરવામાં છે. ત્યારે કાલે “મધર્સ ડે” છે. તો દરેક બાળક પોતાના મમ્મી માટે કોઈ વિશેષ ઉપહાર બનાવતા હોય છે. ત્યારે આ લોકડાઉન વચ્ચે આ સરળ એક રીતથી તમારા બાળકો પણ બનાવી શકશે આ દિવસ માટે અનુરૂપ એક કેક. જે અવશ્ય તમારા મમ્મીને તેમના “મધર્સ ડે” પર કરી દેશે મંત્ર મુગધ.
આ માખણની કેક બનાવા માટેની સામગ્રી :-
- ૨ કપ મૈદો
- ૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર
- ૧/૨ ટી સ્પૂન ઇનો
- ૩/૪ કપ ક્ંદેન્સેડ મિલ્ક
- ૧/૪ કપ કોકો પાઉડર
- ૧/૪ ઘરનું માખણ
- ૧ ૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ
- ચપટી મીઠું
- ૩/૪ કપ ખાંડ
સૌ પ્રથમ એક બાઉલમાં મૈદો, કોકો પાઉડર,ખાંડ,બેકિંગ પાઉડર તેમજ ઇનો નાખી તેને ભેળવો.
ત્યારબાદ એજ રીતે બીજા એક બાઉલમાં વેનિલા એસેન્સ માખણ અને ક્ંદેસ્ડ મિલ્ક તેમાં નાખી તેને ફેટો.
આ થયા બાદ આ બંને મિશ્રણને સારી રીતે ફેટી તેને પેસ્ટ બનાવો.
આ થયા બાદ આ કેકના મિશ્રણને બેકિંગ પેનમાં તેને નાખી દો જેને ઘી કે બટરથી ગ્રીસ કરી લ્યો.
ત્યારબાદ આ પ્રેશર કુક્કરને ઢાંકી તેને ૫ -૮ મિનિટ સુધી તેને ગરમ કરો.
કુકર બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આ કેકની ટીનને તેમાં મૂકી દો. સાથે એક વસ્તુ અવશ્ય યાદ રાખો કે તે કુકરને ગરમ કરતાં પહેલાં તેમાં એક ઊંચું વાસણ કે સ્ટેન્ડ મૂકો અને તેમાં રેતી અવશ્ય મૂકો. ત્યારબાદ આ કેકને ૩૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરો.
ત્યારબાદ ગરમા-ગરમ કેકને ચોકલેટ સોસ,વેનિલા આઈસ્ક્રીમ થી તેને ગાર્નિશ કરો અને ત્યાર છે તમારા મમ્મી માટે એક સરળ તેમજ યમ્મી કેક તે મમ્મીને સરપ્રાઇઝ આપી તેને સેર્વ કરો. તમારા મમ્મીને “મધર્સ ડે”ને આ કેક બનાવી એક મસ્ત ભેટ આપો.