આપણા હૃદયની કામગીરી ઘણી સંકુલ હોય છે. એક હજાર જાતનાં કામો એકસામટાં અને યોગ્ય પ્રમાણમાં બરાબર રીતે થાય ત્યારે હૃદય ધબકે છે અને તો આપણું જીવન ટકે છે. એમાં ક્યાંય પણ તસુભાર ખામી આવી તો સીધી કે આડકતરી અસર હાર્ટબીટ્સ પર પડે છે. એટલે જ હૃદય બરાબર કામ કરી રહ્યું છે કે નહીં એની અત્યંત પ્રામિક તપાસ હાર્ટ-રેટ દ્વારા થાય છે. એક મિનિટમાં હૃદયના ધબકારાની સંખ્યા જ નહીં, બે ધબકારા વચ્ચેનો સમયગાળો પણ નિયમિત હોય એ જરૂરી છે. હાર્ટ નિયત રેટ મુજબ ધબકે છે એ બતાવે છે કે શરીરની ઑક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે હૃદય સક્ષમ છે અને યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.
હાર્ટ-રેટ એટલે કે પલ્સ જાતે માપવા હોય તો કેવી રીતે મપાય? ચાલો જોઈએ.
સૌથી કોમન રસ્તો છે, કાંડાની પાસે ઊપસેલી દેખાતી બે નસો પાસેી હાર્ટ-રેટ માપવાનો. ડાબા હાના કાંડા પાસે એક-દોઢ સેન્ટિમીટર દૂર જમણા હાની પહેલી ત્રણ આંગળીઓ મૂકવી. આ કામ કરતી વખતે ખૂબ શાંત અને સ્વસ્ ઈને બેસવું જરૂરી છે. વચ્ચેની આંગળી પર સહેજ ડકારો અનુભવાશે.
એક મિનિટમાં કેટલા ડકારા અનુભવાયા એ નોંધો. આ તમારો હાર્ટ-રેટ છે. એક મિનિટ સુધી ન માપવું હોય તો પંદર સેક્ધડ માટે ડકારા નોંધો અને ચાર વડે ગુણીને એક મિનિટનો હાર્ટ-રેટ નક્કી કરો.
આ જ રીતે ગરદન પાસે જડબાની નીચે ડાબી કે જમણી બન્ને તરફ પણ પલ્સ-રેટ માપી શકાય છે. કોલર પાસે આવેલા હાડકાની સહેજ ઉપરના ભાગે આંગળીઓ મૂકીને પણ પલ્સ નોંધી શકાય છે.
જોકે મેદસ્વી વ્યક્તિઓને અવા તો અનુભવ ન હોય તેમને આ બે જગ્યાએ પલ્સ પકડવામાં મુશ્કેલી પડે છે.