વિટામીન B12ની ઉણપ વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ પણ નબળી પાડે છે
આપણે ડાયાબિટીસ, કેન્સર, હૃદયના રોગો, લીવરના રોગો વગેરે જેવા ઘાતક રોગો સામે લડવા ખૂબ જ ધ્યાન આપીએ છીએ પરંતુ વાત જ્યારે પોષણની આવે ત્યારે શું? પોષણની ઉણપના જોખમ સામે આપણે ધ્યાન દેવાનું ચૂકી જતા હોઇએ છીએ.
વિટામીન B12 એ આપણા મગજ અને ચેતાતંત્રના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી પરિબળ છે. એટલું જ નહીં પરંતુ એ આપણા શરીરમાં ઉગઅ અને લોહીની કોષિકા બનાવવા માટેનું અગત્યનું ઘટક છે. B12 વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને જાળવવા માટે અગત્યનું છે. વિટામીન B12ની ઊણપની અસરો રોજીંદા જીવનમાં પણ ઘાતક સાબીત થઈ શકે છે. યુકે નેશનલ હેલ્થ સર્વિસિસના કહેવા મૂજબ આમ તો B12ની ઊણપની સારવાર ત્વરિત થઈ જાય છે પરંતું જો નિષ્ફળ નીવડે તો તે રોગની સારવાર શક્ય થતી નથી.
B12ની ત્વરીત સારવાર માટે સૌ પ્રથમ લોહીના રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે કે જેનાથી સાચી પરિસ્થિતિ જાણી શકાય. નેશનલ હેલ્થ સર્વિસિસના મત મૂજબ વિટામીન B12ની ઊણપ શારીરિક રીતે પણ અસર કરે છે એટલે કે વ્યક્તિને બોલવામાં અને ચાલવામાં પણ ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. ધ મેયો ક્લિનિક જણાવે છે કે જે વ્યક્તિના શરીરમાં B12ની ઉણપ હોય તે વ્યક્તિ અસ્થિર રીતે ચાલે છે અથવા તો તેના પગ પહોળા કરીને ચાલે છે. જ્હોન હોપક્ધિસ મેડીસીન જણાવે છે કે B12ની ઉણપ વાળી વ્યક્તિની ચાલ આશ્ચર્યજનક લાગે છે.
હાર્વર્ડ હેલ્થના મત મૂજબ B12ની ઉણપ ફક્ત વ્યક્તિની ચાલમાં જ અસ્થિર નહી પરંતું હાથમાં જડતા આવી જવી, પગમાં સોજો, જીભ થોથવાવી, નબળાઈ, વિચારશક્તિ નબળી પડી જવી , થાક લાગવો વગેરે જેવી સમસ્યાઓ પણ સર્જાય છે. તેમજ B12ની ઉણપ સાજી કરવાના બે રસ્તા છે એક તો દર અઠવાડિયે B12ના ઇન્જેક્શન લઈ ને અથવા તો રોજ B12ની ગોળીઓ લઈને.
B12ની ઊણપ અટકાવવા માટે શાકાહારીઓએ પૂરતા પ્રમાણમાં B12થી ભરપૂર અનાજ, ધાન્ય અને ફણગાવેલા કઠોળનો ખોરાક રોજીંદા જીવનમાં લેવો જોઈએ. આ સિવાય દૂધ, દહીં પણ વિટામિન B12 થી ભરપૂર હોય છે. આ સિવાય માંસાહારી વ્યક્તિ માછલી, ઈંડા અને માંસનો ખોરાકમાં ઉપયોગ કરી શકે છે.