બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે ‘મારો પરિવાર સુખી પરિવાર’ પર પ્રેરણાદાયી સમારોહ યોજાયો
વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે ‘મારો પરિવાર સુખી પરિવાર’ વિષય પર રાજકોટના ખોડલધામ ટ્રસ્ટના લેઉવા પાટીદારો અને યુવાધન માટે ‘પાટીદાર પ્રેરણા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦૦ જેટલા લેઉવા પાટીદારોએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આધુનિક વિશ્વમાં માનવીએ દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે.મકાનોની મજબૂતાઇમાં પ્રગતિ કરી, પરંતુ સંબંધોમાં તિરાડો ઊભી કરી. શિક્ષણની સવલતો અને ઇન્ટરનેટમાં પ્રગતિ કરી, પરંતુ યુવા પેઢીના સંસ્કારોનું પતન કર્યું. ટેક્નોલોજીની મદદથી દુનિયાના બે સ્થળો વચ્ચેનું અંતર ધટાળ્યું પરંતુ પરિવારના સભ્યો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ત્યારે પરિવારને સંપ, એકતા અને શાંતિ દ્વારા આદર્શ પરિવાર કઈ રીતે બનાવી શકાયતે માટે મારો પરિવાર સુખી પરિવાર વિષય પરસુખી પરિવાર માટેના વિવિધ ૭ પાસાઓ પર રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક વક્તવ્ય આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ કમિટી મેમ્બર્સ સહિત ૨૦૦૦ જેટલા વ્યક્તિઓ અને અગ્રણી હોદેદારોએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના મારો પરિવાર સુખી પરિવાર વિષય પરના સુખી જીવનના ૭ પાસાઓ પર ઉદ્દબોધનના મુખ્ય અંશો:
સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પદર્શક પ્રમુખ સ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિતિ સૌએ પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
સમારોહના અંતે ડીસેમ્બરમાં યોજાનાર પરમ પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો જેને જોઈ ઉપસ્થિતિ સૌ કોઈ અભિભૂત થયા હતા.