સવારે ઉંઘમાંથી જાગ્યા બાદ પોતાને ફ્રેશ એન એનર્જી ટીક દેખાવા માટે તમે કોફી પીવાથી લઇ શાવર લેવા સુધીના તમામ કામ કરો છો. તમે છતા તમારી સ્કિન પર ગ્લો એન ફ્રેશનેસ દેખાતી નથી. તેની પાછળનું એક કારણ છે યોગ્ય સ્કિનકેરની ઉણપ. સવારે પોતાને રિફ્રેશ કરવાની સાથે જ સુંદર દેખાવા માટે કેટલાંક બ્યુટી ‚ટિન ફોલો કરવા ખુબ જ જરૂરી છે…
બ્રશ કર્યા બાદ એક અથવા બે ગ્લાસ પાણી પીવો….
માત્ર દિવસે જ નહિ. રાતે સુતી વખતે પણ શરીરમાંથી વોટર લોસ થાય છે સાથે જ સુતા દરમ્યાન ૭-૮ કલાક સુધી શરીરને પાણી મળતું નથી. આથી સવારે બ્રશ કર્યા પછી પાણી પીવું જરૂરી છે. જેથી તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમ પણ હીક રહે અને મોઇશ્ર્વરાઇજડ રહે.
સવારે ઉઠ્યા બાદ મોનીંગ વોક, યોગા કરો.
સવારે ઉઠતાથી સાથે આપણે કોલેજ કે ઓફિસ જવાની ઉતાવળ હોય છે. પરંતુ તમારી બોડી ને હેલ્થી રાખવા માટે માત્ર ૫ મિનિટનો સમય ફાળવો. આ સમયમાં થોડું વોક, યોગા અને સ્ટ્રેચિંગ કરો જેથી તમા‚ બ્લડ સરક્યુલેશન વધશે એન ચહેરા પર ગ્લો આવશે.