પ્રદૂષણભર્યા વાતાવરણમાં બહાર જતી વખતે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ સ્કિનને થોડી ઘણી અસર તો થાય જ છે. ચહેરાને ચૂંદડીની બુકાનીી ભલે પ્રોટેક્ટ કરો, પણ બાકીનાં અંગોનો નિખાર પણ ન ભૂલો. શરીરનાં અંગોની સફાઈ માટે મુલાયમ બ્રશનો ઉપયોગ કરવાનું રાખો. ત્વચા શુષ્ક ન બને તેના માટે થોડી માવજત માટેની વિગતો આપી છે તેને જાણો… ત્વચા માટે કેળાંનો પલ્પ
કેળાંનો પલ્પ ઘરે બનાવી શકાય તેવો ફેસ સોફટનર છે. કેળાંને છૂંદી એકરસ બનાવી તમારા ચહેરા પર લગાવો. થોડી મિનિટો તેને ચહેરા પર રાખી મૂકો. ત્યાર બાદ હૂફાંળા પાણીી ચહેરાને ધોઈ નાખો. ચહેરો ચમકદાર બનશે. ત્વચાના કોષોને પોષણ પણ મળશે. સુંદરતા માટે દાંતની સફાઈ
તમે જયારે અરીસા સામે ઊભા રહો ત્યારે તમારો ચહેરો અને દાંતનું સૌન્દર્ય જુઓ. તમારી ટેવો કયારેક તમારા દાંતની ચમકને ઘટાડી દે છે. ચા, કોફી અને અન્ય પીણાંની ટેવો દાંતને પીળા પાડે છે જયારે પણ ચા, કોફી કે અન્ય પીણાં પીવો ત્યારે તે પીધા બાદ દાંતની સફાઈ કરવાનું ભૂલશો નહીં. શકય હોય તેટલી વાર મોં માઉ-વોશી સાફ કરવાનું રાખો. સૌન્દર્ય પર ઉનાળાની અસર
ફેશન તરીકે વપરાતાં ચશ્માં હવે જરૂરિયાત બની ગઈ છે. તેમાંય ઉનાળા માટે આંખના રક્ષણ માટે ચશ્માં લાભદાયી છે. આંખોને પવન, તડકો અને અન્ય પ્રદૂષણોી બચાવે છે. તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે ચશ્માનો ઉપયોગ કરવાનું રાખો. ફળોનો પલ્પ અને લોશન ત્વાચાની સુંદરતામાં તમારી સુંદરતા રહેલી છે. હવામાં રહેલા પ્રદૂષક તત્વો ત્વચાને નુકસાન પહોંચાડે છે. સતત બહાર ફરતા રહેવાી પરસેવાને કારણે ત્વચા તૈલી અને કાળી પડી જાય છે. શકય હોય અને અનુકૂળ સમય-સ્ળે ચહેરાને પાણીથી ધોવાનું રાખો. બહાર નીકળતી વખતે સનસ્ક્રિન-લોશન લગાવવાનું રાખો. ત્વચાની માવજત કરવાની થાય ત્યારે ફળોના પલ્પનો ઉપયોગ કરો. ઇન્સ્ટન્ટ ગ્લો બહુ જ ઓછા સમયમાં ત્વાચાને ચમકતી બનાવી શકો છો. અચાનક પાર્ટીમાં જવાનુ હોયતો લીબુંના રસમાં મધ ઉમેરી તેને તમારા ચહેરા પર લગાવો. થોડી મિનિટો રાખી પાણીી ધોઈ નાંખો. તમારા ચહેરા પર ચમક આવી જશે. તમે તાજગીસભર લાગશો.
વાળની કાળજી સૌન્દર્ય માટે જરૂરીવાળને શેમ્પૂ કર્યા બાદ હૂંફાળા ગરમ પાણીવાળા ટોવેલી વિસેક મિનિટ બાંધી રાખો. સ્ટીમ થેરોપી વાળને મજબૂત, સુંવાળા અને ચમકીલા બનાવશે. વરાળ વાળનાં મૂળ સુધી અસર કરે છે અને વાળનાં મુળના કોષોને પોષણક્ષમ બનાવે છે. સૂર્યના તડકાને માણો સાવરના સૂર્યના કિરણો આરોગ્ય માટે લાભદાયી છે. સૂર્યના કિરણોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા માટે ઉત્તમ છે. ત્વચાની કરચલીઓ, ચામડીના કેન્સર જેવી બીમારી સાથે રક્ષણ પૂરું પાડે છે. નિયમિત રીતે સવારના સૂર્યના કિરણો શરીર પર પડે તેવી દિનચર્યા બનાવો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com