ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp સાથે આજે અંદાજે અબજો લોકો સંકળાયેલા છે. WhatsApp પોતાના યુઝર્સને અલગ-અલગ ફીચર્સ આપીને વધુ આકર્ષિત કરે છે ત્યારે હવે WhatsApp ૩ નવા ફીચર્સ લાવી રહ્યું છે. મેટાએ મંગળવારે જણાવ્યું હતું કે તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp વપરાશકર્તાઓ માટે ત્રણ નવી પ્રાયવેસી ફીચર રજૂ કરી રહી છે જેમાં હવે તેમારી ચેટ વધુ સુરક્ષિત બની શકશે.
- WhatsApp દ્વારા Online Presence
- Screenshot blocking for view once
- Leave Group Silently
Meta ના CEO, માર્ક ઝકરબર્ગે એક નિવેદનમાં કહ્યું, “WhatsApp પર આવી રહી છે નવી પ્રાયવેસી ફીચર:
હવે તમે દરેકને સૂચિત કર્યા વિના WhatsApp ગ્રૂપ ચેટ્સમાંથી બહાર નીકળી શકશો, જ્યારે તમે ઓનલાઈન હોવ ત્યારે તમને કોણ જોઈ શકે તે શકશે નહિ અને સંદેશાઓ જોતી વખતે સ્ક્રીનશોટને અટકાવી શકો છો.” “અમે અમારા સંદેશાઓને સુરક્ષિત રાખવા અને તેમને સામ-સામે વાતચીતની જેમ ખાનગી અને સુરક્ષિત રાખવા માટે નવી રીતો બનાવવાનું ચાલુ રાખીશું.”
Online Presence: વોટ્સએપ આ મહિને એક ફીચર લાવવા જઈ રહ્યું છે જેમાં યુઝર્સને એ નક્કી કરવાનો અધિકાર હશે કે તેમને કોણ ઓનલાઈન જોઈ શકે છે, એટલે કે હવે યુઝર્સ અલગ-અલગ લોકો માટે સેટ કરી શકશે કે જેઓ તેમને ઓનલાઈન જોઈ શકે.
Screenshot blocking for view once: WhatsAppએ તાજેતરમાં ‘વ્યૂ વન્સ મેસેજ’ ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા મેસેજ માત્ર એક જ વાર વાંચી શકાય છે અને તે પછી તે આપમેળે અદૃશ્ય થઈ જાય છે. આ રીતે, વપરાશકર્તાઓને વિકલ્પ મળે છે કે કોઈ તેમના મોકલેલા સંદેશાઓનો ડિજિટલ રેકોર્ડ રાખી શકશે નહીં. પરંતુ આવા મેસેજના સ્ક્રીનશોટ લેવાની કેટલીક ફરિયાદો મળ્યા બાદ હવે વોટ્સએપે તેને સુધારવા માટે એક નવું ફીચર લાવવાની તૈયારી કરી છે.
Leave Group Silently: ઝકરબર્ગે આ મહિને કહ્યું હતું કે તે એક પ્રાઈવસી ફીચર લાવી રહ્યું છે જે ગ્રૂપ ચેટમાં સામેલ યુઝર્સને જાણ કર્યા વિના ગ્રૂપમાંથી બહાર નીકળી શકશે. એટલે કે જો તમે ગ્રૂપ છોડો છો, તો કોઈને નોટિફિક્શન મળશે નહીં.