પુરૂષોમાં જુદા જુદા કારણોસર સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાં વધારો થતો જોવા મળે છે
અમેરિકાની એક મેગેઝિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુવા વર્ગના લોકોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. હાર્ટ એટેકના વધતાં ખતરાને લઈને આરોગ્ય સાથે સંકળાયેલા લોકો અને અધિકારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ભારતમાં જે પ્રકારે સામાજિક, આર્થિક અને વસ્તીમાં પરિવર્તન થઈ રહ્યા છે તે જોતાં હાર્ટ સાથે સંબંધિત રોગોની સંખ્યામાં વધારો થવાની બાબત આશ્ચર્યજનક નથી. લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ રહી છે. યુવા વર્ગની લાઈફ સ્ટાઈલમાં પણ બદલાવ થયો છે. બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે મોટો ખતરો ઊભો થઈ ગયો છે. આ ખતરાના કારણે યુવા વર્ગને સાવધાન રહેવાની જરૂર ઊભી થઈ ગઈ છે.
પશ્ચિમી દેશોની જેમ જ ખાવા પીવાની ટેવ, સ્થૂળતા, હાર્ટ સાથે સંબંધિત સમસ્યાઓ માટે કારણરૂપ છે. કેટલાક ભારતીય ભોજન પણ આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આ અભ્યાસમાં ૨૮ વર્ષની વયના લોકોને આવરી લઈને સંશોધનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
પુરુષોમાં જુદા જુદા કારણોસર તકલીફો વધી છે. પુરુષોમાં ડાયાબિટીશનું સ્તર ૫ થી ૧૨ ટકા વધારે અને મહિલાઓમાં ૩ ટકાી ૭ ટકા વધી જવાની બાબત પણ જાણવા મળી છે. લાઈફ સ્ટાઈલમાં થયેલા ફેરફારને આના માટે કારણરૂપ ગણવામાં આવે છે. હાર્ટ સાથે સંબંધિત રોગના ખતરાને ઘટાડવા માટે એક અસરકારક નીતિ બનાવવાની જરૂર ઊભી થઈ છે.તમાકુ નિયંત્રણ, સનિય સ્થળે ફળ અને શાકભાજીની ઉપલબ્ધતા તથા પર્યાવરણમાં સુધારા મારફતે હાર્ટ સાથે સંબંધિત રોગના ખતરાને ટાળી શકાય છે. તાજેતરના સમયમાં અભ્યાસમાં જાણવા મળ્યું કે લાઈફ સ્ટાઈલમાં ફેરફારના કારણે ભવિષ્યમાં હાર્ટ સાથે સંબંધિત રોગ અને હાર્ટ એટેક થવાના પ્રમાણમાં અનેક ગણો વધારો થઈ શકે છે. ભારતની વસ્તી એક અબજ ૨૧ કરોડની છે. એવો અંદાજ છે કે ગયા વર્ષે વિશ્વમાં ૬૦ ટકા હૃદયરોગના મામલા સપાટીએ આવ્યા હતા.