ફનવર્લ્ડ, રેસકોર્સ, ગાર્ડન, રોડ-રસ્તા પર યુવાધન હિલોળે ચડયું
અષાઢ સુદ 1ર થી શરુ થતાં જયાપાર્વતી વ્રતને લઇ કુવારિકાઓ અને સૌભાગ્યવતી યુવતિઓ ભગવાન ભોળનાથની વિશેષ પૂજા કરી પાંચ દિવસ સુધી મીઠા વગરના ભોજન ગ્રહણ કરી ને એકાટાણુ કરે છે. ત્યારબાદ પાંચમે દિવસે એક રાત્રીનું જાગરણ કરીને ધાર્મિક વિધિ વિધાન સાથે જયાપાર્વતીની પૂર્ણાહુતિ કરે છે. જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિતે ફનવર્લ્ડ, રેસકોર્ષ, ઠેર ઠેર જગ્યા જયાપાર્વતીની જાગરણની મજા માણી હતી.જયાપાર્વતી જાગરણમાં યુવતિ મોજ-મસ્તી ના માહોલ સર્જાયો હતો આ પાંચ દિવસ ભાવિ ભરથાર માટે શીવપૂજા કરીને આરધના કરે છે. જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથેનું ‘સિધુ’ આપીને વ્રત પૂર્ણ કરે છે. જયાપાર્વતીના જાગરણમાં સામાન્ય રીતે મહિલાઓ તેમના પરિવાર કે સખીઓ સાથે બહાર ફરવા જતા હોય છે. આ સમયે શહેરમાં ઠેર ઠેર પોલીસ ખડે પગે ઉભા રહે છે.