‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ દ્વારા પ્લાઝમાં એકત્ર કરવાની ઉત્તમ કામગીરી
રાજકોટ પણ કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રોજ ૧૦૦ થી વધુ કોરોનાના દર્દીઓના કેસ આવતા થયા છે. હોસ્પિટલમાં જગ્યા નથી પ્લાઝમાની કોરોનાના દર્દીઓને જરુરીયાત ઉભી થાય છે જેમને કોરોના થઇને ર૮ દિવસ પૂરા થયા હોય તે જ વ્યકિત કોરોનાના દર્દીને પ્લાઝમા આપી શકે છે એવા સમયે પ્લાઝમાં એકત્ર કરવું ખુબ કપરું કામ છે. દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા આ સમયે કોરોનાના દર્દીની જરુરીયાત ના સમયે સહેલાઇથી પ્લાઝમા મળી રહે તે માટેની વ્યવસ્થા કરી રહી છે.
હજુ ૩૦ દિવસ પહેલા જેમને કોરોનાનો સામનો કરવો પડયો હતો તેવા યુવાન ઉત્સાહી અને કાંઇક કરી છુટવાની ભાવના ધરાવતા જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા સેવાભાવી તુષારભાઇ દિલીપભાઇ ગણાત્રા કે જેઓએ સેલસ હોસ્પિટલમાં મુકતાબેન ડાયાભાઇ ખુંટને બી પોઝિટીવ પ્લાઝમાની જરુર પડતા તાત્કાલીક અસરથી માનવ સેવા એ સાચી સેવા એ સૂત્રને અપનાવી પ્લાઝમા આપી સમાજમાં આદર્શ ઉદાહરણ પુરુ પાડયું હતું. તુષારભાઇ ગણાત્રાના પરમ મિત્ર હિતેશભાઇ ઉનડકટે પ્લાઝમાં આપવા માટે પ્રેરણા પુરી પાડી હતી. જરુરીયાતના સમયે કોઇને કામ આવવું આ સૂત્રને માનતા તુષારભાઇ ગણાત્રાએ દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમની ટીમ મુકેશ દોશી, ઉપેન મોદી, સુનીલ વોરા, નલીન તન્ના, અનુપમ દોશી અને કીરીટભાઇ આદ્રોજાએ અભિનંદન પાઠવ્યા હતા. અત્યાર સુધીમાં દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ ૧૭ વ્યકિતઓને પ્લાઝમાં પુરુ પાડવામાં નિમિત બની છે.