કે.એલ. રાહુલને ટીમની કમાન સોંપાઈ: દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાને લાંબા બ્રેક પછી ટીમમાં સ્થાન અપાયું

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ અત્યારે ચર્ચામાં છે, કારણ કે આ તમામ ટૂર દરમિયાન ભારતના યુવા ખેલાડીઓ ટીમને આગળ વધારશે. તેવામાં આજે રવિવારે બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતની ટીમ જાહેર થઈ ગઈ છે. તેવામાં આઇપીએલમાં શાનદાર લયમાં જોવા મળી રહેલા સ્પીડ સ્ટાર ઉમરાન મલિકને તથા અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયામાં તક મળી ગઈ છે. આના સિવાય હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકને લાંબા બ્રેક પછી ટીમમાં ફરીથી એન્ટ્રી મળી ગઈ છે તો યંગ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કે.એલ.રાહુલને સોંપવામાં આવી છે. દિનેશ કાર્તિકે પોતાની છેલ્લી ટી-20 મેચ 27 ફેબ્રુઆરી 2019ના દિવસે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી.

બંને ટીમો વચ્ચે 5 ટી-20 મેચની સિરીઝ રમાશે, ત્યારપછી ભારતીય ટીમ 2 ટી-20 મેચ રમવા માટે આયરલેન્ડ જશે. તેવામાં ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય સિલેક્ટર્સે આઇપીએલ સ્ટાર્સને તક આપી છે.

ટી-20 ટીમ ઉપરાંત ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી એકમાત્ર ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થયો છે. જેથી તેમને ટી-20 સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ ટીમમાં કમબેક થયું છે. પૂજારા અત્યારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે છેલ્લી ટેસ્ટ સિરીઝ રમી હતી અને પૂજારાને આ સિરીઝમાં જગ્યા મળી શકી નહોતી. તે જ સમયે, રહાણેના નામની પણ આ શ્રેણી માટે ચર્ચા થવાની હતી, પરંતુ તે પહેલાથી જ ઈજાના કારણે આઇપીએલમાંથી બહાર થઈ ગયો છે.

ઈંગ્લેન્ડ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.

ટી-20 સિરીઝ માટે ભારતીય સ્ક્વોડ

કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ , આવેશ ખાન , અર્શદીપ સિંહ , ઉમરાન મલિક.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.