સગાઇમાં રિંગ પહેરાવવી તો સામાન્ય થયી…. હવે અપનાવો આ નવો ટ્રેન્ડ…!!!
સગાઇ એટલે સંબંધોની શુભ શરૂઆત અને પરંપરા અનુસાર જયારે પણ સગાઇ થવાની હોઈ ત્યારે છોકરા છોકરી એકબીજાને વીંટી પહેરાવે છે. પરંતુ સમયની સાથે એ રિવાજ નથી બદલાણો પરંતુ તેમાં ઘણા નવા ટ્રેન્ડ આવી ગયા છે જેમાં અત્યારે જોઈએ તો રિંગની જગ્યા ટેટુ એ લીધી છે. ટેટુ એટલે આપણા પારંપરિક છુન્દણાં જે આદિકાળથી લોકો કરાવતા આવ્યા છે અને શરીરના એક શણગાર તરીકે લોકોએ અપનાવ્યા છે, ત્યારે આવો જાણીએ કે સગાઈમાં તેને કાયા સ્વરૂપમાં લોકોએ સ્વીકર્યા છે….
સોના, ચાંદી કે પ્લેટિનમની વીંટીના બદલે હવે સગાઈમાં ટેટુ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.અને એકબીજા ટેટુ કરાવી પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે.
આ ટેટુનો આઈડિયા આમ જોઈએ તો ઘણો જૂનો છે પરંતુ આજકાલ લોકોએ તેને ખુબ પસંદ કર્યો છે. અને ઇન્સ્ટાગ્રામમાં તો તેનો 5000 થી વધુ પોસ્ટ જોવા મળી છે.
આ ટેટુ માત્ર વીંટી પહેરવાની આંગળી પાર જ નહિ પરંતુ અંગુઠા અને કાંડા પાર પણ કરવામાં આવે છે. જેને દરેક યુગલોએ અપનાવ્યું છે અને પસંદ પણ કર્યું છે.જેની ખાસ વાત એ છે કે તેને કરાવવા વાળની સાથે જોવા વાળને પણ ગમી જાય છે.
સગાઈના ટેટુ માટે અનેક લોકો પોતાની સગાઈની તારીખનું ટેટુ પણ કરાવે છે,જે તેની એનિવર્સરીની યાદ પણ અપાવે છે.
ટેટુની સાથે વેડિંગ રિંગ પણ પહેરવામાં આવે છે અને ટેટુનો ફાયદો એ છે કે તેના ખોવાઈ જવાનો દર નથી રહેતો. એ સાથે જ આખી ઉમર તમેં તમારા પ્રેમની યાદ સાથે રાખી શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com