વીવીપી ઈજેનરી કોલેજમાં ‘એન્ટર પ્રીન્યોર શીપ અવેરનેસ કેમ્પ’ યોજાયો
વી.વી.પી. ઈજનેરી કોલેજ અને ઈ.ડી.આઈ. (એન્ટરપ્રિનિયરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયૂટ) અમદાવાદના સંયુકત આયોજનથી વી.વી.પી. ઈજનેરી કોલેજમાં ઈએસી (એન્ટર પ્રિનિયરશીપ અવેરનેસ કેમ્પ)નું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે ઉદઘાટક મુખ્ય અતિથિ રાજુ એન્જીનીયરીંગ લીમીટેડના વાઈસ પ્રેસીડન્ટ ગૌરાંગભાઈ મહેતા, પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર અને ઈવેન્ટના ક્ધવીનર પ્રો. દેવાંગીબેન કોટક તથા પ્રો.મેઘાબેન કારીયા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ ગૌરાંગભાઈ મહેતાએ ખૂબજ પ્રોત્સાહીત વક્તવ્ય આપતા કહ્યું હતુ કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન ન ટુ ક્રિએટ એ જોબ ક્રિએટર, ઈન્સ્ટેડ ઓફ જોબ સીકરથ સાકાર કરવા તમારા જેવા યુવાનોએ ખુબજ જુસ્સાથી અને રસ પૂર્વક ઉદ્યોગસાહસિક બનવા તરફ વિચારવું જોઈએ દરેક કોલેજમાં આ પ્રકારનાં કાર્યક્રમો કરવા જોઈએ.
આ કાર્યક્રમમાં ત્રણેય દિવસ જુદા જુદા સફળ દ્યોગસાહસીકો અને વ્યાપારી તલીમ અને માર્ગદર્શન આપનારાઓને આમંત્રણ આપેલ હતુ. જેમાંથી અમુક તો વી.વી.પી. કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. જેમણે પોતાનું સ્ટાટ અપ શરૂ કર્યું છે. એ બધાએ પોત પોતાના અનુભવો જણાવી અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતોની ચર્ચા કરી હતી જેવી કે, ઉદ્યોગ સર્જનાત્મક માઈન્ડ સેટ રાખવું અને કમ્ફોર્ટ ઝોનની બહાર આવીને લોકો સુધી પહોચવું પડે.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. દેવાંગીબેન કોટક, પ્રો. મેઘાબેન કારીયા, ડો. દિપેશભાઈ કામદાર, પ્રો. કોમીલભાઈ વોરા, પ્રો. શરદ ગજેરા, પ્રો. પ્રિયાંક ખીરસરીયા, પરેશભાઈ પટેલ, પ્રો. રવિનભાઈ સરધારા, બંસીબેન માકડીયા, પ્રો. પ્રજીતભાઈ પટેલ પ્રો. કિંજલબેન રોકડ અને વિદ્યાર્થી કો. ઓડીનેટરર્સે ભારે જહેમત ઉઠાવી હતી.