ત્રણ ગામો થઈને કુલ ૧૭૮ લાખના રસ્તાના કામો મંજૂર કરાયા
સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા અતિ ભારે વરસાદ થવાના કારણે થયેલ નુકશાની અંગે તેમના મત વિસ્તારનાં વેરાવળ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધેલ હતી તે દરમ્યાન મીઠાપુર ગામ ભાલપરા ગામ મેઘપૂર ગામના સરપંચ તથા ગામ આગેવાનો દ્વારા રજૂઆત થયેલ મુજબ તેઓના ગામોનાં રસ્તાઓની ખરાબ પરિસ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવેલ હતી જેથી જેતે ખાતાના અધિકારીને પત્ર દ્વારા જાણ કરેલ તે મુજબ તે રસ્તાઓનાં કામ ધારાસભ્યની ભલામણ થી ૧૭૮ લાખની રકમના રસ્તાઓના કામો મંજૂર થયા છે.
મીઠાપૂર ગામે જતો એપ્રોચ રોડની સપાટી ખૂબ ખરાબ છે. તેમજ હિરણ નદી કોઝવેથી ભાલપરા જતો એપ્રોચ રોડની પણ સપાટી ખરાબ છે. જે રિકાર્પેટ તથા સીસી રોડનું કામ રૂ.૮૩ લાખનું મંજૂર કરવામાં આવેલ છે. તેમજ મેઘપૂર ગામનો એપ્રોચ રોડની સપાટી ખૂબજ ખરાબ હોવાથી તે એપ્રોચ રોડ ને સી.સી.રોડ તથા ડામર રોડનું કામ રૂપીયા ૪૩ લાખનું મંજૂર થયેલ છે. આમ ત્રણેય ગામો થઈને કુલ રકમ રૂ.૧૭૮ લાખના રસ્તાના કામો કરવામાં આવેલ છે.