કોઠારિયા રોડ પર બીમારીથી કંટાળી વૃદ્વાએ અગન પછેડી ઓઢી લીધી: અણીયારી ગામે ગળાફાંસો ખાઇ પરિણિતાએ જીવન ટૂંકાવ્યો

શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં રિધ્ધિ સિદ્વિ સોસાયટીમાં રહેતા યુવાને કોઇ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે કોઠારીયા રોડ પર બિમારીથી કંટાળી વૃદ્વાએ અગન પછેડી ઓઢો લીધી હતી અને બીજા બનાવમાં શહેરના ભાગોળે આવેલા અણીયારી ગામે પરિણિતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગોંડલ રોડ પર રિધ્ધિ સિધ્ધિ સોસાયટી શેરી નં.1માં રહેતા મહેશગીરી કૈલાશગીરી ગોસ્વામી નામના 24 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મહેશગીરી ગોસ્વામીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે. મૃતકના પિતા કૈલાશગીરી ગોસ્વામી હિરા ઘસવાનું કામ કરતા હોય જ્યારે મૃતક ત્રણ ભાઇ-બહેનમાં સૌથી નાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોસ્વામી પરિવારના જુવાનજોધ પુત્રએ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

અન્ય એક બનાવની મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી કિરણ સોસાયટી શેરી નં.3માં રહેતા જમકુબેન ગોરધનભાઇ સરવૈયા નામના 85 વર્ષના વૃદ્વાએ પોતાના ઘરે અગન પછેડી ઓઢી આપઘાત કર્યાનું પોલીસ ચોંપડે નોંધાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જમકુબેન સરવૈયાને ગોળાનું ઓપરેશન કરાવ્યા બાદ રિક્વરી ન આવતા બિમારીથી કંટાળી પોતાના ઘરે જાત જલાવીને જીવન ટૂંકાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે ત્રીજા બનાવમાં શહેરના ભાગોળે આવેલા અણીયારી ગામની ઇન્દિરા કોલોનીમાં રહેતા ભારતીબેન ભાવિકભાઇ સોલંકી નામના 22 વર્ષના પરિણિતાએ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.જે.પરમાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભારતીબેનને બે વાર મિસ ડિલેવરી થઇ જતા લાગી આવ્યા બાદ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

વ્યાજખોરોને તાકીદે પકડો: વિધવાની રાવ

આજી ડેમ નજીક આવેલા માનસરોવર પાર્કના ફુટના ધંધાર્થી યુવાન મનોજભાઇ જયંતીભાઇ સોનીએ ગત તા.30 મેના રોજ વ્યાખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યા બાદ મૃતકની પત્ની કાંજલબેન વૈઠાએ પોતાના પતિ મનોજ વૈઠાએ રાજુ બોરીયા પાસેથી રૂા.40 હજાર માસિક 20 ટકા વ્યાજ, બચુ બોરીયા પાસેથી રૂા.2 લાખ દરરોજ રૂા.3 હજાર વ્યાજ, સુરેશ ભરવાડ પાસેથી રૂા.30 હજાર એક અઠવાડીયે રૂા.4000 અને ભાણા આહિર પાસેથી માસિક 15 ટકા વ્યાજના દરે રૂા.44 હજાર લીધા હોવાની પોલસમાં ફરિયાદ નોંધાવ્યાને લાંબો સમય થવા છતાં આજી ડેમ પોલીસ વ્યાજના ધંધાર્થીની ધરપકડ ન કરતા ભાણા આહિર અને સુરેશ ભરવાડે આગોતરા જામીન મેળવી લીધાની રાવ કરી રાજુ બોરીયા અને બચુ બોરીયાની તાકીદે ધરપકડ કરવાની માગ સાથે કાજલબેન વૈઠા પોતાના મૃતક પતિ મનોજ વૈઠાના ફોટા સાથે પોલીસ કમિશનરને રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.