ભત્રીજા પર થયેલા હુમલા અંગે ઠપકો દેવા જતા બે મહિલા સહિત છ શખ્સોએ ધારિયા, છરી અને લાકડીથી હુમલો કરી ઢીમઢાળી દીધું
સુરેન્દ્રનગરમાં પૈસાની ઉઘરાણી પ્રપ્રશ્ને યુવાન પર થયેલા હુમલા અંગે ઠપકો દેવા ગયેલા એક જ પરિવારની ચાર વ્યક્તિઓ પર બે મહિલા સહિત છ શખ્સોએ છરી, ધારિયા અને લાકડીથી હુમલો કરી યુવાનની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હુમલા દરમિયાન ચાર ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના મુળચંદ રોડ પર બજરંગ-3માં રહેતા કમલેશ ઉર્ફે ચકો ગાંડાભાઇ પનારા નામના યુવાન પર છરી, ધારિયા અને લાકડીથી હુમલો કરી વઢવાણ દુધની ડેરી પાછળ મફતીયાપરામાં રહેતા ભાવીન સોમા, રવિ ઉર્ફે ટકો, રાહુલ ઉર્ફે ભાણો, દશરથ સોમા, મરઘાબેન સોમા અને પ્રવિણ સોમાની પત્નીએ હત્યા કર્યાની ભરતભાઇ ગાંડાભાઇ પનારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હુમલા દરમિયાન સંજય, વિપુલ અને ભરતભાઇ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સંજય પનારા વઢવાણ દુધની ડેરી પાસે રહેતા ભાવની સોમા પાસે પૈસા માગતો હોવાથીબંને વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન ગતરાતે સંજય પનારા સુર સાગર રોડ પર વેલ્ડીંગની દુકાનેથી ઘરે જતો હતો ત્યારે વઢવાણ મામાના મંદિર પાસે બાઇક બંધ પડી ગયુ હતુ તે દરમિયાન રવિ ઉર્ફે ટકો અને રાહુલ ઉર્ફે ભુવા રણજીત કોળી નામના શખ્સોએ છરીથી હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સંજય પનારાના હોસ્પિટલે ખબર અંતર પુછી ભરતભાઇ પનારા, પોતાના ભાઇ કમલેશભાઇ ઉર્ફે ચકો પનારા, વિનોદ પનારા, ભત્રીજો વિપુલ પનારા વઢવાણ મફતીયાપરામાં ભાવની સોમાને સમજાવવા ગયા હતા ત્યારે બે મહિલા સહિત છ શખ્સોએ ધારિયા, છરી અને લાકડીથી હુમલો કરી કમલેશભાઇ ઉર્ફે ચકો પનારાની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પી.એસ,આઇ. આર.જી.ઝાલા સહિતના સ્ટાફે ભરતભાઇ પનારાની ફરિયાદ પરથી બે મહિલા સહિત છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.