ધંધાનો ખાર રાખી યુવાનની હત્યા થયાની શંકા: પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા શખ્સને ઝડપી લીધો
જસદણનાં આટકોટ ગામેના બસ સ્ટેન્ડમાં પ્રજાસત્તાક પર્વે જ સવારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવાનની હત્યા થતાં પોલીસને ઘ્વજવંદન સમયે જ દોડાદોડી થઇ પડી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મુળ જસદણના અને છેલ્લા છ માસથી આટકોટ વીરબાઇ માતા મંદીર રોડ પર રહેઠાણ અને હાઇ-વે પર બટેટા ભુંગળાની લારી ચલાવતાં હનીફ ઉમરભાઇ સૈયદ નામના ઘાંચી યુવાનની હત્યા આટકોટની શેલીયા શેરીમાં રહેણાંક અને હાઇવે પર ગાંઠીયાની લારી ચલાવતા મીતેશ ભીખુભાઇ સોમૈયા નામના લોહાણા શખ્સે કરતા ભયના માર્યા પ્રજાસત્તાકની સવારે જ આજુબાજુના દુકાનદારોએ શટર બંધ કરી દીધા હતા. આટકોટ પોલીસે હત્યારાના મિતેશને પકડી પાડી તેની વિરુઘ્ધ હત્યા સહિત મિતેશ કલમો હેઠળ ગુનો નોંઘ્યો છે. ફરીયાદમાં જણાવ્યું હતું કે હત્યા થયેલ અને કરનાર રવિવારે પ્રજાસત્તા પર્વે સવારના આટકોટ બસ સ્ટેન્ડમાં ભેગા થયા હતા. બન્ને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ આરોપી મિનેશ ત્યાંથી ચાલ્યો ગયો અને છરી લઇ આવી. હનીફની બસ સ્ટેન્ડમાં જ હત્યા કરી નાખતા ખોબા જેવડા આટકોટમાં સોંપો પડી ગયો હતો. મૃતક હનીફ મુળ જસદણનો છે અને તેઓ છ માસથી આટકોટ ધંધો અને રહેણાંક હતા તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જયારે આરોપી મિતેશ અપરપીત છે તેઓ પોતાની વિધવા માતા સાથે રહે છે. આમ બન્ને કોઇએ બોલાચાલી બાદ નમતું ન જોખતાં હત્યાની નોબત આવી હતી. પોલીસે આરોપી મીતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.