ધોકા – પાઇપ વડે માર મારી ઢીમ ઢાળી દીધું : 10 દિવસ પૂર્વે ઝઘડો કરી યુવાનના ઘરે કરી હતી તોડફોડ
રાજકોટમાં કુવાડવા નજીક ગારીડા ગામની સીમમાં ગઈકાલ રાત્રીના સમય રહેલા યુવાન પર તેના જ ગામના પિતા-પુત્ર અને તેની સાથેના ચાર શખ્સોએ તેના પર ધોકા વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો એરપોર્ટ નજીક પાનની કેબીન રાખવા ના પ્રશ્ન એ અગાઉ પણ ચાર શખ્સોએ તેની સાથે ઝઘડો કર્યો હતો તેનો જ ખાર રાખી તેના ઉપર હુમલો કરતા તેનું મોત નિપજ્યું છે.
બનાવ અંગેની મળતી વિગત મુજબ કુવાડવા નજીક આવેલ પારડી ગામમાં રહેતા શૈલેષભાઈ ચનાભાઈ કુંભાણી નામના 30 વર્ષીય યુવાન એરપોર્ટ નજીક હતો ત્યારે તેના પર તેના જ ગામના રમેશ દેવજી તથા તેનો પુત્ર ગલ્લો રમેશ, નરેશ રઘા અને મયુર લગાયે ધોકા પાઈપો સહિતના હથિયારો વડે તેના પર હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવને પગલે એરપોર્ટ પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક શૈલેષ ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો અને તેને સંતાનમાં પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું
પ્રાથમિક પૂછતાછમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું અને તેનો પુત્ર શૈલેષ ગામની સીમમાં ચા-પાનની કેબિન ધરાવતો હતો.ચા-પાનની કેબિન બનાવી હોય ગામમાં જ રહેતા રમેશ દેવસીને ખટકતું હતું. જેને કારણે અવારનવાર રમેશ પુત્ર શૈલેષને ધાકધમકીઓ દઇ માથાકૂટ કરતો રહેતો હતો. દરમિયાન એક મહિના પહેલા રમેશે પુત્ર શૈલેષ સાથે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી હતી.ધમકી આપ્યા બાદ છેલ્લા એક મહિનાથી રમેશ ઉપરાંત ગુલા રમેશ, નરેશ રગા અને મયૂર શૈલેષને શોધતા હોય શૈલેષ ઘણા સમયથી ઘરે પણ આવતો ન હતો. ત્યારે આજે રાતે પુત્ર શૈલેષ ગામની સીમમાં હોવાની રમેશને ખબર પડતા તે ગુલો, નરેશ અને મયૂરને સાથે લઇ ગામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં શૈલેષનો ભેટો થઇ જતા માથાકૂટ કરી ચારેય શખ્સ લાકડી, ધોકા, પાઇપ સાથે ખૂની હુમલો કરી નાસી છૂટ્યા હતા.પુત્ર શૈલેષ ઉપર રમેશ સહિતના શખ્સોએ માર માર્યાની પોતાને જાણ થતા પોતે અન્ય પુત્રો સાથે ગામની સીમમાં દોડી ગયા હતા. અને લોહીલુહાણ હાલતમાં શૈલેષને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. પરંતુ શૈલેષને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતકનાં પિતાની ફરિયાદ પરથી તે દિશામાં તપાસ હાથ ધરી છે