સાગર સંઘાણી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવણીયા ગામમાં રહેતા અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા એક યુવાનને ઇલેક્ટ્રિક નું દોરડું સરખું કરવા જતી વખતે વીજઆંચકો લાગતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું ત્યારે આ બનાવને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના સરવણીયા ગામનીછે જ્યાં સંજય મનસુખભાઈ ચૌહાણ નામનો ૨૫ વર્ષનો યુવાન કે જે કાલાવડના કૈલાશ નગર જીવાપર રોડ પર ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતો હતો અને રાત્રિના અંધારું હોવાથી લાઈટ ચાલુ કરવા માટે ઇલેક્ટ્રીકનું દોરડું સરખું કરી રહ્યો હતો.
લાઈટ ચાલુ કરવા માટે દોરડું ખેચવા જતા વાયરમાંથી એકા એક વિજઆંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. સંજયને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ અજયભાઈ મનસુખભાઈ ચૌહાણ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.