નાના સજાળીયાના યુવાને રિપોર્ટ પોઝીટીવ પહેલા જ દમ તોડતા ગામમાં તપાસ શરુ
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને ભાવનગર સહીત કોગો ફીવરમાં પાંચના મૃત્યુ બાદ રાજકોટ જીલ્લામાં પણ આ વર્ષે કોંગો ફિવરે એક યુવાનનો ભોગ લીધાનું નોંધાયું છે. શંકાસ્પદ હાલતમાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સેમ્પલ પૂર્ણ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. રીપોર્ટ આવ્યા પહેલા જ યુવાને દમ તોડયો હતો. જયારે રિપોર્ટ કોંગો પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
પ્રાપ્ત વિગત મુજબ નાના સજાળીયા ગામે રહેતા યુવાનને કોંગો ફિવરની શંકાએ અત્રે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેના સેમ્પલ પુર્ણે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. પરંતુ રીપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું મોત નિપજયું હતુ ત્યારબાદ પૂર્ણથી રીપોર્ટ આવતા તેમાં કોંગો પ્રોઝીટીવ આવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને ભાવનગર બાદ રાજકોટમાં પણ કોંગો ફીવરે ભોગ લીધા બાદ આરોગ્ય તંત્ર સફાળુ બેઠું થયું છે. રાજકોટમાં કોંગો ફિવરમાં યુવાનના મોત બાદ આરોગ્ય તંત્ર દ્વારા ગામના તમામ ઘરોની તપાસ કરી ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પશુપાલન અને આરોગ્ય તંત્રએ સજોડે સર્વેલન્સ હાથ ધરી કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.ત્યારે ઉલ્લેઅનીય છે કે સૌરાષ્ટ્રભરમાં સુરેન્દ્રનગર, ભાવનગર બાદ રાજકોટમાં પણ કોંગા ફીવરના કારણે મોત નિપજતા લોકો ભયનો માહોલ ફેલાઇ રહ્યો છે ત્યારે ખાસ કરી આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ સંકલનથી રાજકોટની આસપાસના ગામડાઓમાં તુરંત ગતીવિધી હાથ ધરી શંકાસ્પદ કેસને તાત્કાલીક સારવાર આપવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.