અબતક-રાજકોટ
શહેરનાં રામનાથપરામાં રહેતા યુવકે પાંચ માસ પુર્વે જ પ્રેમલગ્ન બાદ છુટાછેડા આપી દીધા બાદ પત્ની, પોલીસમેન અને વકીલના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં સ્યુસાઇડ નોટના આધારે બે મહીલા સહીત 10 શખ્સો સામે એ ડીવીજન પોલીસ મથકમાં આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વીગત મુજબ શહેરનાં રામનાથપરા શેરી નં 15માં રહેતા અને નકલંક સ્વીટ માર્ટ નામે વ્યવસાય કરતા ભૌતીક મહેશભાઇ ઉભડીયા નામના 23 વર્ષીય સત્વારા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
પોલીસમેન અને પૂર્વ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાનું સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ: 5 માસના
આ બનાવની જાણ એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઇ મૃતકનું પીએમ કરાવી સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પિતા મહેશભાઇ ભગવાનજીભાઇ ઉભડીયાની ફરીયાદ પરથી મૃતકની પુર્વ પત્ની પ્રીતી, પ્રીતીની મમ્મી, પ્રીતીના પપ્પા, કેવીન પીપરવા, રાહુલ ખુમાણ, પ્રશાંત લોખીલ, હાર્દીક ડાંગર, દેવાંગ હરીયાણી, એડવોકેટ દેવમુરારી અને એ ડીવીજન પોલીસ મથકનાં આર.આર. સોલંકી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાવ્યો છે.
પ્રેમલગ્નનો કરૂણ અંજામ ,વેપારીના એકના એક પુત્રે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી
પોલીસની પ્રાથમીક તપાસમાં ભૌતીક ઉભડીયાએ પાંચ માસ પુર્વે પ્રીતી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બે માસના લગ્નજીવન બાદ દંપતી વચ્ચે અણ બનાવથી છુટાછેડા લીધા હતા. મૃતક ભૌતીક છુટાછેડા લીધા બાદ પ્રીતીના પરીવારજનો દ્વારા અવાર નવાર ધાક ધમકી આપી પોલીસ સ્ટેશને બોલાવતા હોય જયાં મને મારી નાંખવાનુ કહેતા અને માર મારેલ હોય અને મને ન્યાય મળેલ ન હોય અને કંટાળી જઇ આ પગલુ ભરવા મજબુર થયાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે મૃતક ભૌતીકની પુર્વ પત્ની, વકીલ અને પોલીસમેન સહીતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.