સરકાર દ્વારા મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ જેવી યોજના કી સ્વરોજગારી સર્જનની યુવાનોને તક પૂરી પાડવામાં આવે છે
ગાર્ડી વિદ્યાપીઠના દશાબ્દિ મહોત્સવમાં રમણિકલાલ શાહ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
કાલાવડ રોડ ઉપર આવેલી ગાર્ડી વિદ્યાપીઠના દશાબ્દિ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહભાગી બન્યા હતા અને તેમણે ત્યાં રમણિકલાલ શાહ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું કે ન્યુ ઇન્ડિયાના નિર્માણનું કામ યુવાનોના હામાં છે અને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં યુવાનો પોતાનું યોગદાન આપે.
મુખ્યમંત્રી રૂપાણીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે ગુજરાતનો યુવાન કોઇની પાસે આજીજીકરે કે લાચારી વ્યક્ત ન કરે એવો સશક્ત બને એ જરૂરી છે. યુવાનોને તે પગભર બની, અન્યોને પણ રોજગારી પૂરી પાડે એવા સક્ષમ બનાવવાનું ભગીર કાર્ય રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યું છે.
આ બાબતે રૂપાણીએ કહ્યું કે સરકાર દ્વારા મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ જેવી યોજના કી સ્વરોજગારી સર્જનની યુવાનોને તક પૂરી પાડવામાં આવે છે. કોલેજમાંી અભ્યાસ કરી બહાર આવતા છાત્રો પોતાની સર્જનાત્મક્તા સો આ યોજનાનો લાભ લે તો તેમના સમેત અન્યોને પણ રોજગારી પ્રાપ્ત શે. આપણા યુવાનો દેશ અને દુનિયા સો કદમી કદમ મિલાવી ચાલી શકે એવા દ્રઢ મનોબળ ધરાવતા હોવા જોઇએ. યુવાનોને વિકાસની તકો પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા યુવાશક્તિ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. આ વખતે ગુજરાતનો કોઇ પણ છાત્ર ધોરણ ૧૨ પૂરી કરી કોલેજમાં પ્રવેશ મેળવે એટલે તેમણે રૂ. ૪ હજારની કિંમતનું ટેબલેટ માત્ર રૂ.એક હજારમાં આપવાની રાજ્ય સરકારની યોજના છે. ગુજરાતના ચાર લાખ છાત્રોએ આવા ટેબલેટ આપવામાં આવશે અને આ ટેબલેટ છાત્રોને અભ્યાસમાં મદદરૂ૫ બનશે. સ્વાગત પ્રવચનમાં ગાર્ડી વિદ્યાપીઠના સંચાલક ડી. વી. મહેતાએ કહ્યું કે વર્ષ ૨૦૦૮માં સ્પાયેલી આ સંસએ દસ વર્ષમાં ૧૦ હજાર કરતા પણ વધુ છાત્રોની કારકીર્દિનું નિર્માણ કર્યું છે.
આ તકે મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૩.૨૫ કરોડની સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું તા ગાર્ડી એન્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે એજ્યુકેટ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ વેળાએ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યભાનુબેન બાબરિયા તામેઘજીભાઇ ચાવડા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ, અંજલીબેન રૂપાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, વૃજલાલભાઇ મહેતા, તારાબેન મહેતા, પુષ્કરભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.ુ
આ ઉપરાંત અન્ય એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં ગુરૂપૂર્ણિમાની પૂર્વસંધ્યાએ શિક્ષકોનું સન્માન કરતા જણાવ્યુ હતું કે ગુરૂનુ સન્માનએ ભારતીય સંસ્કૃતિની ઉદાત અને આદરપુર્ણ પરંપરા છે. શિક્ષકમાં શ્રેષ્ઠ સમાજના નિર્માણની તાકાત છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે શિક્ષકો-ગુરૂઓના સામર્થ્યી જ ભારતમાતા જગતગુરુ બનશે. રાષ્ટ્રીય વિચાર મંચ-રાજકોટ આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાના શિક્ષકોને સંબોધતા વધુમાં કહ્યું હતુ કે શિક્ષકો દિક્ષિત બની વિર્દ્યાીઓમાં શિક્ષણની સો સંસ્કારોનું અને ભારતની ભવ્ય સંસ્કૃતિનું સિંચન કરે તે કર્તવ્ય છે. ગુજરાતના શિક્ષકો પર ભરોસો છે તેમ કહી મુખ્યમંત્રીએ ગુજરાતના ગુણવતાયુકત શિક્ષણની સફળતામાં શિક્ષકોની પાયાની ભૂમિકા છે તેમ પણ કહ્યં હતું.